કહેવાય છે કે વ્યક્તિના અક્ષરો તેના વ્યક્તિત્વનું પ્રમાણપત્ર હોય છે. ગાંધીજીએ પણ કહ્યું હતું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ત્યારે દરેક વ્યક્તિ ઇચ્છતું હોય છે કે તેમના અક્ષરો સૌથી સુંદર હોય. પરંતુ ખૂબ જ ઓછા લોકો એવા હોય છે જેમના અક્ષરો જોઈને એમ થાય કે આ ખૂબ સારા અક્ષરો છે. આપણે કેટલી પણ કોશિશ કેમ ન કરી લઈએ પણ ક્યારેય પણ એવું ન લખી શકીએ કે જેને જોઇને લાગે કે આ અક્ષરો તો બિલકુલ કોમ્પ્યુટર દ્વારા ટાઈપ કર્યા હોય એવા દેખાય.

શાળામાં પણ બાળકોને ખરાબ અક્ષરોને કારણે શિક્ષકો પાસેથી ઠપકો મળે છે. જયારે સારા અક્ષરો માટે શિક્ષકો પાસેથી શાબાશી પણ મળે છે. જો કે આજકાલ તો વિદ્યાર્થીઓ પણ હોમવર્ક હાથેથી કરવાના બદલે કોમ્પ્યુટર પર ટાઈપ કરીને પ્રિન્ટ કાઢી લેતા હોય છે. ત્યારે આજે એવી છોકરી વિશે વાત કરીશું કે જેના અક્ષરોના કારણે તે ખૂબ જ પ્રસિદ્ધિ પામી છે. તેના અક્ષરોને જોઈને એમ જ લાગે કે કોમ્પ્યુટર પર લખવામાં આવેલા અક્ષરો છે અને પછી પ્રિન્ટ કાઢવામાં આવી છે.

અહીં વાત થઇ રહી છે, નેપાળની છોકરી ‘પ્રકૃતિ મલ્લા’ વિશે, તેના અક્ષરો જોઇને એમ જ લાગે કે જાણે આ બાળકીએ આ હાથથી નથી લખ્યું પણ કોમ્પ્યુટરથી લખીને તેની પ્રિન્ટ કાઢી છે.
પ્રકૃતિ હાલ નેપાળના સૈનિક આવસીય મહાવિદ્યાલયમાં ભણી રહી છે. તેના અક્ષરો જોઇને ભલભલાના પરસેવા છૂટી જાય છે. પોતાના સુંદર અક્ષરો માટે પ્રકૃતિને નેપાળની સરકાર અને સેના દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. પ્રકૃતિ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત થઇ ચુકી છે. દરેક જગ્યાએ તેના અક્ષરોની ચર્ચાઓ થઇ રહી છે. એમ પણ આજના સમયમાં ટેલેન્ટની ખૂબ જ કદર થાય છે.

સારી હેન્ડ રાઈટીંગ હોવાના ઘણા ફાયદાઓ છે. જો તમારી હેન્ડ રાઈટીંગ સારી હોય તો તમારું ઇમ્પ્રેશન સામેવાળા વ્યક્તિ પર ખુબ સારું પડે છે. સ્કુલના ટાઈમથી જ આપણે ટીચર્સ પાસેથી પણ એજ સાંભળતા આવ્યા છે કે સારી હેન્ડ રાઈટીંગવાળા સ્ટુડંટસને એક્ઝામમાં સારા માર્ક્સ આવશે.

આટલી નાની ઉમરમાં આ બાળકી એટલી સારી હેન્ડ રાઈટીંગ કોઈ ચમત્કારથી કમ નથી. પરંતુ પ્રકૃતિએ આ માટે ઘણી મહેનત કરી છે. પ્રકૃતિના ઘરના લોકોનું કહેવું છે કે રોજની બે કલાક પ્રેક્ટીસ કર્યા બાદ તે આજે આટલી સુંદર હેન્ડ રાઈટીંગ કરી શકવામાં કામિયાબ બની છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.