અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના લાડકા દીકરા તૈમુર અલી ખાનની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી.તૈમુર જ્યાં પણ જાય છે તેને જોવા માટે લોકોની ભીડ લાગી જાય છે.તેની તસ્વીરો પણ મોટાભાગે સોશિયલ મીડિયા પર વાઇરલ થાતી રહે છે.એવામાં તૈમુરની લોકપ્રિયતા ઘણા બૉલીવુડ કલાકારોને ટક્કર આપી રહી છે. એવામાં હાલના દિવસોમાં તૈમુરની સાથે સાથે સની લિઓનીના દીકરાઓની ચર્ચા પણ થઇ રહી છે.

જો કે સની લિઓનીના બાળકોની લોકપ્રિયતા પણ ઓછી નથી. જયારે પણ સની પોતાના બાળકોની સાથે ઘરની બહાર નીકળે છે,તેની તસ્વીરો લેવા માટે ફોટોગ્રાફર્સની લાઈન લાગી જાય છે.કંઈક એવો જ નજારો આગળના અમુક દિવસો પહેલા જોવા મળ્યો હતો.સની એકવાર ફરીથી પોતાના દીકરાઓ નોઆહ અને અશરની સાથે નજરમાં આવી હતી.
એવામાં સોશિયલ મીડિયા પર સની અને તેના બાળકોની સાથેની તસ્વીરો વાઇલર થાવા લાગી અને ઘણા લોકોએ સનીના દીકરા અશરની તુલના તૈમુર અલી ખાન સાથે કરી હતી.ઘણા ફૈન્સ તો અશરને ઓળખી જ ના શક્યા અને તેને ભૂલથી તૈમુર સમજવા લાગ્યા જ્યારે ઘણા ફૈન્સનું માનવું હતું કે અશર તૈમુર કરતા વધારે ક્યૂટ છે.

એવામાં એક ઈન્ટરવ્યુંમાં તૈમુર અને અશરની તુલના પર જવાબ આપતા સનીએ કહ્યું કે,”અશરનો ગોલુમોલું ચેહરો છે અને તૈમુરનો ચેહરો પણ એવો જ છે.સોશિયલ મીડિયા ને જે કરવું હશે તેવું તેઓ કરવાના જ છે.તૈમુર અને અશર બંને જ ક્યૂટ બાળકો છે”.

આગળના દિવસોમાં પોતાના અંગત જીવન વિશે વાત કરતા સનીએ ઘણી વાતો કહી હતી.તેણે પોતાના પતિ ડેનિયેલ વેબરના વખાણ કરતા તેને પોતાના જીવનનો એક ખાસ હિસ્સો જણાવ્યા હતા.સનીએ કહ્યું કે,”મને સની લિઓની બનાવામાં ડેનિયલનું ખુબ યોગદાન રહ્યું છે. જો ડેનિયેલ ના હોત તો હું પણ કંઈ જ ના હોત.તે ખુબ જ ટેલેન્ટેડ વ્યક્તિ છે”.
વર્કફ્રન્ટની વાત કરીયે તો સની લિઓનીએ હાલમાં જ ઋષિ કપૂરની ફિલ્મ માટે એક આઈટમ નંબર કર્યુ છે, આ ગીતની સાથે તે હની સિંહની સાથે વર્ષો પછી કામ કરી રહી છે.તે પોતાની આવનારી હોરર કોમેડી ફિલ્મ ‘કોકોકોલા’ માટે પણ તૈયારી કરી રહી છે અને પોતાના કિરદાર માટે તે ઉત્તર પ્રદેશની સ્થાનીય ભાષા પણ શીખી રહી છે.આ સિવાય સની સાઉથ ઇન્ડિયન ફિલ્મો ‘રંગીલા’ અને ‘વિરમ દેવી’ માં પણ જોવા મળશે અને આ સિવાય તેની એક નેપાળી ફિલ્મ પણ આવી રહી છે.