ટીવી પર એક સમયે જલસા કરાવતી ‘ગંગુબાઈ’ હવે જુવાન થઇ ગઈ છે, જુવો બ્યુટીફૂલ PHOTOS
ટીવી ઉપર ઘણા શો આવે છે, અને શોમાં કામ કરનારા પાત્રો પણ આપણું દિલ જીતી લે છે, એવું જ એક પાત્ર થોડા વર્ષો પહેલા કોમેડી સર્કસ મહાસંગ્રામમાં જોવા મળ્યું હતું. જે હતું ગંગુબાઈનું. ગંગુબાઈ પોતાની કોમિક ટાઈમિંગ માટે ખુબ જ જાણીતી હતી. અને દર્શકોને તેને ખુબ જ મઝા પણ કરાવી છે, જેના કારણે તેનો ચાહક વર્ગ પણ ખુબ જ મોટો હતો. પરંતુ હવે ટીવીની આ ગંગુબાઈ ઘણી જ બદલાઈ ગઈ છે.
View this post on Instagram
ગંગુબાઈનું સાચું નામ હતું સલોની ડૈની. એ સમયે સલોનીને તેના ગોલુ મોલુ લુક માટે ઓળખવામાં આવતી હતી. પરંતુ હવે તેને પોતાના લુકમાં ઘણો જ બદલાવ કરી દીધો છે. સલોની હવે કોઈ મોડેલ કરતા કમ નથી દેખાતી.
અસલી જીવનમાં અભિનેત્રી સલોની ખૂબ જ ફેશનેબલ છે. ઓન-સ્ક્રીન તે ટોમબોય બનીને આવતી હતી પરંતુ રિયલ લાઈફમાં તે દીવા છે. તે ઈન્ડિયન ટ્રેડિશન આઉટફિટ હોય કે શોર્ટ ડ્રેસમાં પણ પોતાનો જાદુ પાથરે છે.
અભિનેત્રી સલોનીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં થોડા ઘણા ફ્રેન્ડ્સ પણ છે. જે તેમની સાથે હેંગઆઉટ કરતી રહે છે. ફ્રેન્ડ સાથેના તસ્વીરો પણ તે શેર કરતી રહે છે.
સલોનીએ પોતાના લુકમાં બદલાવ કરીને ખુબ જ પ્રસંશા મેળવી છે. સલોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસ્વીરમાં જૂની ગંગુબાઈ અને નવી સલોનીને ઓળખવી પણ મુશ્કેલ બને છે.
View this post on Instagram
સલોનીની ઉંમર પણ હવે 19 વર્ષની થઇ ચુકી છે. અને આ 19 વર્ષની સલોની હવે ખુબ જ સુંદર પણ દેખાય છે. આ સાબિતી તેના જન્મ દિવસે પોસ્ટ કરવામાં આવેલી તેની તસ્વીર જ આપી રહી છે.
View this post on Instagram
સલોની સૌથી નાની ઉંમરની કોમેડિયન છે. તેને પોતાના તૂટેલા દાંત વાળા અંદાજથી લોકોને ખુબ જ હસાવ્યા હતા. તેને નાની ઉંમરમાં જ નેતા અને અભિનેતાઓની મિમિક્રી કરીને પણ દર્શકોને ખુબ મનોરંજન આપ્યું હતું.
View this post on Instagram
સલોનીનું હવે એક મ્યુઝિક આલ્બમ પણ રિલીઝ થઇ ચૂક્યું છે. જેનું નામ છે ડિજ્ની. સલોની છેલ્લે ટીવી શો “બડે ભૈયા કી દુલ્હનિયા”માં જોવા મળી હતી. આ ઉપરાંત તેને 2010માં આવેલી ફિલ્મ “નો પ્રોબ્લમ”માં પણ એક કેમિયો કર્યો હતો.
View this post on Instagram
સલોની સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટવી રહે છે. અને ચાહકો સાથે પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે. ચાહકો તેને ખુબ જ પસંદ પણ કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.