ખબર

નાઈટ કર્ફ્યૂવાળા 29 શહેરોમાં શું ચાલુ અને શું બંધ? CM રૂપાણીએ બીજી શું કરી જાહેરાત ?

ગુજરાતમાં કોવિડની બીજી લહેર લોકો પર ખુબ ભારે પડી છે એવામાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 352 કેસ નોંધાતા ફડાટ ફેલાયો છે.તો છેલ્લા 24 કલાકમાં 170 દર્દીઓના ડેથ થઇ ચૂક્યા છે..જેમાં સુરતમાં 25ના ડેથ , અમદાવાદમાં 27ના ડેથ , રાજકોટમાં 14ના ડેથ, વડોદરામાં 16 લોકોના ડેથ થઇ ચૂક્યા છે. તો અત્યાર સુધીમાં ગુજરાતમાં 6486 લોકોના ડેથ થઇ ચૂક્યા છે.

ગુજરાતમાં છેલ્લા ૧ મહિનાથી કોરોનાનો રાફડો ફાટ્યો છે એવામાં ગુજરાત સરકારે આજે સવારે રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના અમલની જાહેરાત કરી હતી. એવામાં સીએમ વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયા દ્વારા ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. તેમણે આગામી આઠ દિવસમાં કેટલાક કડક પ્રતિબંધો તથા રાત્રિ કર્ફ્યૂ દ્વારા કોરોના પર વિજય મેળવવા લોકોને સાથે મળીને લડાઈમાં જોડાવા કહ્યું હતું.

સીએમે શરુઆતમાં કહ્યું હતું કે હું જાણું છું કે આજે આખા દેશ અને ગુજરાત ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. આપણે આજે ઘણા મોટા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. કોવિડના ઢગલાબંધ કેસમાં થયેલા વધારાએ આપણે ચિંતામાં છીએ. હું જાણું છુ કે મહામારીના કારણે ઘણા લોકોએ પોતાનું ઘણું બધું ગુમાવ્યું છે. કેટલાક લોકોએ પોતાના પરિજનો ગુમાવ્યા. કેટલાક ડોક્ટરો અને મેડિકલ સ્ટાફે પણ દર્દીઓની સેવા કરતા જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારની વેદનાઓને હું સમજી શકું છું.

વિજય રૂપાણીએ સંબોધનમાં વધુમાં કહ્યું કે, કોવિડ સંક્રમણની સેક્ન્ડ પીક અત્યંત ઝડપથી ચેપ પ્રસરાવી રહી છે ત્યારે અત્યારે 94,000 બેડ, એમાં 52,000 ઓક્સિજન બેડ ઉમેર્યા…રાજ્યમાં 150 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત પણ વધીને 1,000 મે.ટન ઓક્સિજનનો વપરાશ થયો છે. આ મહામારીની ચેઇનને તોડવા વિલેજમાં રહેતા લોકો PHC CHC ના ડોકટરો પાસે હેલ્થ ચેક અપ કરાવે, જેમને શરદી, તાવ કળતર હોય એમને તત્કાળ આઇસોલેટ કરે. કોરોના સામેની લડાઈમાં સરકાર પોતાનું કામ કરી રહી છે અને તેની સાથે લોકો પણ આમાં સહયોગ આપે જેથી ગુજરાત કોરોનાને હરાવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

વધુમાં સીએમે જણાવ્યું કે નાગરિકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને સરકારે લાદેલા નિયંત્રણોનું ચુસ્તપણે પાલન કરે. અત્યારે લોકો ઝડપથી વેક્સિન મેળવે. સરકારે ૨૦ શહેરોનો કોરોના કર્ફ્યુ અન્ય ૯ શહેરોમાં પણ લાદ્યો છે. આમ કુલ ૨૯ શહેરોમાં રાત્રે ૮થી ૬ બધું બંધ રહેશે. આ સાથે આ ૨૯ શહેરોમાં દિવસના ૬ થી ૮ દરમિયાન પણ અમુક નિયંત્રણો લાદવામાં આવ્યા છે જેમાં ઓપન માર્કેટ, મોલ, દુકાન, કોમ્પલેક્ષ, હોલ, ઓડિટોરિયમ, જીમ, વોટરપાર્ક, બગીચા અને બ્યુટી પાર્લર બંધ કર્યા છે.

રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રી કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની Gujarat સરકારની જાહેરાત

આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે. આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે. તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે. સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.

સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 % ક્ષમતા સાથે ચાલુ રહેશે.