ખબર

આ દિગ્ગજ ગાયકનું થયું નિધન, ન મળ્યું વેન્ટિલેટર….PM થી લઈને લતાજીએ વ્યક્ત કર્યો શોક

જાણીતા શાસ્ત્રીય ગાયક અને પદ્મ ભૂષણથી સન્માનિત પંડિત રાજન મિશ્રાનુ રવિવારે સાંજે નિધન થયુ છે. તેમણે 70 વર્ષની ઉંમરે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

રાજન મિશ્રા ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા. ભારત સરકાર દ્વારા તેમને 2007માં કલા ક્ષેત્રે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેઓ બનારસ ઘરાના સાથે સંબંધ ધરાવતા હતા. તેમણે 1978 માં શ્રીલંકામાં પ્રથમ કોન્સર્ટ આપી હતી અને તે પછી તેણે જર્મની, ફ્રાંસ, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુકે, નેધરલેન્ડ, યુએસએસઆર, સિંગાપોર, કતાર, બાંગ્લાદેશ સહિત વિશ્વના ઘણા દેશોમાં પર્ફોમન્સ આપ્યું હતું.

રાજન અને સાજન મિશ્રા બંને ભાઇ હતા અને સાથે જ કલાનું પ્રદર્શન કરતા હતા. બંને ભાઇઓએ આખા વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. બંને ભાઇઓનું માનવું હતું કે જેવી રીત આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે, તેવી જ રીતે સંગીતના સાત સુર સારેગામાપાધાનીસા પશુ પક્ષીઓની અવાજમાંથી બન્યા છે. લત્તા મંગેશકરે પણ તેમના નિધન પર ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ હતુ.

મળતી માહિતિ પ્રમાણે પંડિત રાજનને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સાથે હાર્ટ એટેક પણ આવ્યો, જેના કારણે તેમની સ્થિતિ ગંભીર થઇ હતી.રવિવારે સવારે દિલ્હીના સ્ટીંફસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમને વેંટિલેટરની જરુર હતી, પરંતુ ત્યાં તેમને વેંટિલેટર ના મળ્યું. લોકોએ ટ્વિટર પર તેમના માટે મદદ પણ માંગી. છેલ્લે તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા, પરંતુ જ્યાં સુધીમાં તેમને વેંટિલેટર મળ્યું ત્યાં ઘણુ મોડું થઇ ગયું હતું. તેમના મૃત્યુ બાદ દેશભરમાંથી પ્રશંસકો મહાન સંગીતકારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ, ‘શાસ્ત્રીય ગાયનની દુનિયામાં પોતાની અમિટ છાપ છોડનારા પંડિત રાજન મિશ્રાના નિધનથી અત્યંત દુખ પહોચ્યુ છે. બનાસર ઘરાના સાથે જોડાયેલા મિશ્રાજીનું જવુ કળા અને સંગીત જગત માટે એક અપૂર્ણિય ક્ષતિ છે. શોકના આ સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિવારજનો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.’