અજબગજબ

CISF જવાનને છોકરીના પરિવારે દહેજમાં આપ્યા 11 લાખ રૂપિયા તો બોલ્યા-“મારે પૈસા નહિ પણ…”

આજના સમયમાં પણ ઘણી જગ્યાએ છોકરીના લગ્ન વખતે દહેજ આપવાની પ્રથા ચાલી રહી છે. ઘણીવાર દહેજ ન આપી શકવાને લીધે છોકરીને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો જોવા મળે છે. દહેજની પ્રથાને લીધે ઘણાના ઘર, સબંધ, પરિવાર તૂટતા જોવામાં આવી રહ્યા છે. એવામાં રાજસ્થાનમાં સીઆઇએસએફના એક જવાને દહેજ વગર જ લગ્ન કરીને એક અનોખી મીસાલ કાયમ કરી છે.

Image Source

જાણકારીના અનુસાર 8 નવેમ્બરના રોજ દુલ્હન ચંચલના 59 વર્ષના પિતા ગોવિંદ સિંહે વરરાજા જિતેન્દ્રને શગુનના સ્વરૂપે 11 લાખ રૂપિયા ભરેલો થાળ હાથમાં સોંપ્યો તો જિતેન્દ્રે તેનો અસ્વીકાર કર્યો હતો. જીતેન્દ્રએ 11 લાખને બદલે માત્ર 11 રૂપિયા લઈને લગ્ન કર્યા હતા, જીતેન્દ્રના આવા ઉમદા કાર્યને લીધે લોકો તેના ખુબ વખાણ કરી રહ્યા છે.

જીતેન્દ્રએ ચંચલના પિતાની સામે હાથ જોડ્યા અને શગુનના સ્વરૂપે માત્ર 11 રૂપિયા અને એક નારિયેળ લીધું હતું. જીતેન્દ્રના હાથ જોડવા પર વર-વધુ બંન્નેના પરિવારના લોકો હેરાન જ રહી ગયા હતા. ત્યારે દરેકને એવું લાગવા લાગ્યું કે જીતેન્દ્ર સરકારી નોકરી કરી રહ્યો છે માટે એવું ન હોય કે વધારે પૈસા માટે તે નારાજ થઇ ગયો છે.

Image Source

જીતેન્દ્રએ કહ્યું કે તેને જ્યારે ખબર પડી કે તેની થનારી પત્ની એલએલબી કરીને પીએચડી કરી રહી છે, ત્યારે જ તેણે વિચારી લીધું હતું કે તે દહેજ નહિ લે અને તેને આગળ પણ ભણાવશે. જિતેન્દ્રે કહ્યું કે ચંચલ પૈસા કરતા વધારે મૂલ્યવાન છે.

Image Source

આ સિવાય જીતેન્દ્રએ પત્ની ચંચલને ન્યાયિક સેવાની તૈયારી કરવાની પણ જાણકારી આપી હતી અને કહ્યું કે જ્યારે તે જજ બનીને ન્યાય કરશે, ત્યારે તે દહેજની રકમ કરતા પણ વધારે મૂલ્યવાન હશે. જીતેન્દ્રનું આવું અનોખું કામ ચર્ચાનો વિષય બની ગયું છે.

Image Source

જીતેન્દ્રનું આવું કહેવા પર પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. ચંચલના પિતાએ કહ્યું કે,”જેવો જીતેન્દ્રએ પૈસાનો થાળ સ્વીકારવાની મનાઈ કરી તો હું  પહેલાતો ગભરાઈ જ ગયો હતો. પહેલા તો મને લાગ્યું કે જીતેન્દ્ર અને તેનો પરિવાર લગ્નની વ્યવસ્થાથી નાખુશ છે. પણ પછી ખબર પડી કે તેનો પરિવાર દહેજ પ્રથાને અમાન્ય ગણે છે.”

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.