મનોરંજન

મેરેજ એનિવર્સરી ઉપર વાયરલ થઇ રહી છે ચંકી પાંડેની પત્ની ભાવના સાથેની જૂની તસવીર

ઓહોહોહો જબ્બર સુંદર છોકરી મળી છે ચંકી પાંડેને..જુઓ ખુબસુરત તસવીરો

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા ચંકી પાંડેએ 17 જાન્યુઆરીના રોજ પોતાની 23મી મેરેજ એનિવર્સરી ઉજવી હતી. આ પ્રસંગે ચંકીએ પત્ની ભાવના સાથેની એક જૂની તસ્વીર શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

Image Source (Instagram: Chunky Panday)

ચંકીએ 17 જાન્યુઆરી 1998ના રોજ ભાવના પાંડે સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ બંનેની 23મી એનિવર્સરી છે. ત્યારે તેમની આ ખુબ જ જૂની તસ્વીરને પણ ચાહકોનો ખુબ જ પ્રેમ મળતો જોવા મળી રહ્યો છે.

Image Source (Instagram: Chunky Panday)

ચંકી અને ભાવનાને બે દીકરીઓ પણ છે.જેમાં એકનું નામ અનન્યા પાંડે અને બીજીનું નામ રિસા પાંડે છે. અનન્યા ચંકી પાંડેની જેમ જ બોલીવુડની અંદર પોતાના અભિનયનો જાદુ ચલાવી રહી છે.

Image Source (Instagram: Chunky Panday)

ચંકી પાંડેએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 1987માં આવેલી ફિલ્મ “આગ હી આગ” દ્વારા કરી હતી. ત્યારબાદ તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source (Instagram: Bhavana Pandey)

ચંકીએ દરેક પ્રકારના રોલ બહુ જ સારી રીતે નિભાવ્યા છે, છેલ્લા કેટલાય સમયથી તે ફિલ્મોમાં એક કોમેડિયન તરીકે જોવા મળે છે.

Image Source (Instagram: Bhavana Pandey)

પોતાના 34 વર્ષના કેરિયરની અંદર ચંકીએ 80થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેને ઘણી હિટ બાંગ્લાદેશી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Image Source (Instagram: Bhavana Pandey)

ચંકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે. “મારા દિલની રાણીને લગ્નની વર્ષગાંઠની શુભકામનાઓ. 23 વર્ષ અને આવી રીતે જ ગણતરી રહે.”

Image Source (Instagram: Bhavana Pandey)

તો ચંકીની પત્ની ભાવના પાંડેએ પણ કેટલીક તસવીરો શેર કરી છે, જેને કેપશનમાં તેને લખ્યું છે, “હેપ્પી એનિવર્સરી હસબન્ડ અને મારા ખાસ મિત્ર.લવ યા”