ખબર

બોલીવુડમાંથી 2 દિગ્ગજ અભિનેતાઓ, સાહિત્ય જગત મહાન લેખિકા અને હવે આ દિગ્ગજને પણ બોલાવી લીધા!

દેશે બોલિવુડ બાદ રમત જગતમાં પણ એક સિતારો ગુમાવ્યો. જી, હાં દેશના પૂર્વ ફૂટબોલ કેપ્ટન ચુન્ની ગોસ્વામીનું 30 એપ્રિલ ગુરુવારના રોજ કલકત્તા ખાતે નિધન થયું છે. 82 વર્ષના ચુન્ની 1962ના એશિયાઇ ખેલોમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમના કેપ્ટન હતા. બંગાળ ક્રિકેટ ટીમ તરફથી તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પ્લેયર હતા.

ચુન્ની ગોસ્વામી પરિવારે તેમના નિધનની જાણકારી આપી હતી. ચુન્ની ગુસ્વામી ઘણા સમયથી બીમાર રહેતા હતા. તેમને આજે કલકત્તા ખાતે આવેલા એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંજે પાંચ વાગે તેઓએ અંતિમ શ્વાસ લીઘો હતો. ભારત સરકારે તેમને પદ્મશ્રી અને અર્જુન અવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા.

હાર્ટ એટેકથી થયું નિધન
ચુન્ની લાંબા સમયથી શુગર અને નર્વ પ્રોબ્લેમ્સ જેવી સમસ્યા રહેતી હતી. ગુરુવાર સવાર તબીયત વધુ ખરાબ થઇ હોવાથી પરિવારના સભ્યો તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન ફરી એટેક આવતા, થોડાક જ સમયમાં અંતિમ શ્વાસ લીધો.

ઓલરાઉન્ડર સ્પોર્ટ્સમેન
1962 એશિયાઇ રમતોમાં ભારતીય ટીમના સ્વર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો. ચુન્ની આ ટીમના કેપ્ટન હતા. 1964માં તેમની ટીમ એશિયન રનરઅપ રહી હતી. તે આજીવન કલકત્તાના મોહન બાગાન ક્લબ સાછે જોડાયેલા રહ્યા. તેમની ખાસ વાત કે વિશેષતા એ છે કે, ચુન્ની ફૂટબોલર જ નહીં, તે બંગાળની ટીમના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર પણ રહ્યાં હતા. ઉપરાંત તે હોકીના પણ સારા પ્લેયર હતા. પરંતુ તેમનો પહેલો પ્રેમ હંમેશાથી ફૂટબોલ જ રહ્યો.

27 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ ફૂટબોલથી લીધો સન્યાસ
ચુન્નીને 1957માં ફૂટબોલર તરીકે ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યો હતો. 27 વર્ષના થયા ત્યારે તેઓએ ઇન્ટરનેશનલ ફૂટબોલથી સન્યાસ લીધો. પરંતુ મોહન બાગાન માટે તે રમતા રહ્યાં. 1966માં વેસ્ટ ઇન્ડિઝ ટીમ ભારત આવી હતી. હનુમંત સિંહની કેપ્ટનશિપમાં સેન્ટ્રલ અને ઇસ્ટ જોનની કમ્બાઇન્ડ ટીમ બની. ઇન્દોરમાં મેચ થઇ. સર ગૈરી સોબર્સની કેપ્ટનશિપમાં ટીમને 8 વિકેટથી હાર મળી હતી. ચુન્નીએ આ મેચમાં આઠ વિકેટ લીધી હતી. 1971-72માં બંગાળ ટીમ કેપ્ટન બન્યા. ટીમને રણજી ફાઇનલ સુધી પહોંચાડી, ત્યાં બોમ્બેની ટીમ દ્વારા હારનો મેળવી હતી.