ચોટીલાવાળા ચામુંડા માતાજીના ધામમાં યોજાયેલા આ અદભુત નજારાને તમે નિહાળ્યો કે નહીં ? લેસર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતની અંદર આસ્થાના અનેક ધામો આવેલા છે. ગુજરાતની ભૂમિ દેવી અને દેવતાઓના સ્થાનકોથી પાવન બનેલી છે. એવું જ એક આસ્થાનું ધામ છે ચોટીલા. જ્યાં ચામુંડા માતાજી બિરાજમાન છે. આખા વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને જતા હોય છે. ત્યારે નવરાત્રીમાં પણ ચોટીલા ધામનું મહત્વ ખુબ જ અનોખું રહેતું હોય છે.

આ નવરાત્રીમાં પણ ભક્તો માટે ચોટીલા ડુંગર આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, ત્યારે આ વર્ષે બીજું એક કારણ પણ માઈ ભક્તોને ચોટીલા ડુંગર તરફ આકર્ષી રહ્યો છે. ચોટીલા ડુંગર ખાતે આમ તો દર નવરાત્રિ નીચેથી ઉપર સુધી પગથીયાઓ રોશની શણગારવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે ભક્તોને આકર્ષવા માટે લેસર શો રાખવામાં આવ્યો છે.

ત્યારે આ વર્ષે નવરાત્રીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ ડીઝીટલ લેસર શો સંધ્યા બાદ ડુંગર ઉપર પ્રકાશિત થાય તેવું ખાસ આયોજન પહેલીવાર જ કરવામાં આવ્યું છે. આ શો માટે તળેટી ઓફીસથી કોમ્પ્યુટર અને લેસર ઉપકરણ થકી ડુંગર ઉપર લેસર કિરણો પ્રકાશિત કરી માતાજીની પ્રતિમા, ચામુંડા મંત્ર, માતાજીનું ત્રિશુલ, સહિતના પ્રતિબિંબ સ્વરૂપે પાડવામાં આવી રહ્યા છે.

આ અદભુત નજારાને નેશનલ હાઇવે ઉપરથી પણ નિહાળી શકાય છે. વાહન ચાલકો પણ આવતા જતા આ નજારાને માણી રહ્યા છે. આ ખાસ આકર્ષણ દ્વારા રાત્રી દર્શનનો લ્હાવો પણ માઈ ભક્તોને મળી રહ્યો છે. માતાજીની પ્રતિકૃતિ ઉપરાંત મા ચામુંડાના મંત્રની પ્રતિકૃતિ પણ ડુંગર પર લાઈટમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ બાબતે મહંત પરિવારનાં રૂપેશગીરી ગોસાઇએ જણાવ્યું હતું કે “ચોટીલા ડુંગરના 635 પગથિયાં છે જેને ઉપરથી નિચે સુધી રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરરોજ માતાજીના નવલા શણગાર તેમજ સ્પેશ્યલ ઇફેક્ટ લેઝર શોની સાથે ડુંગર મંદિર ગર્ભગૃહ મંદિરમાં આબેહૂબ બ્રહ્માંડની પ્રતિતિ માઈ ભક્તો કરી શકે તેવુ ડીજીટલ બ્રહ્માંડ નવલા નોરતામાં માઈભક્તો માતાજીના વિવિધ સ્વરૂપો સાથે નિહાળી શકશે.”

Niraj Patel