મનોરંજન

10 PHOTOS: દૂરદર્શનનો લોકપ્રિય શો ‘ચિત્રહાર’ ને હોસ્ટ કરનારી તરાના આજે આવી ઝીંદગી જીવે છે, જોઈને ચોંકી જશો

જયારે દેશમાં ટીવીનો જન્મ થયો ત્યારે ગણ્યા ગાંઠયા જ પ્રોગ્રામ આવતા હતા. જુઓ આ હોસ્ટ અત્યારે કેવી દેખાય છે

દેશમાં તે જમાનામાં જે કાર્યક્રમ ધૂમ મચાવતા હતા તેનું યાદો આજે પણ લોકોના માનસપટ પર છવાયેલી છે. ભારત લોકસેવા પ્રસારણ ‘દૂરદર્શન’ પર આવનારી સિરિયલની પહોંચ ઘરે-ઘરે હતી. જે પૈકી એક શો હતો ચિત્રહાર.

Image Source

ચિત્રહારને દર શુક્રવારે પ્રાઈમ ટાઈમ પર પ્રસારિત કરવામાં આવતો હતો.અડધો કલાકના ના શોમાં તે સમયના નવા ગીતો સંભાળવવામાં આવતા હતા.

જેનાથી લોકો ખુશખુશાલ થઇ જતા હતા.આ શોને તરાના રાજે 2001થી 2004 સુધી હોસ્ટ કર્યો હતો.

Image Source

તરાના રાજની વાત કરવામાં આવે તો તેનો જન્મ 24 જાન્યુઆરી 1977માં દિલ્લીમાં થયો હતો. તરાનાએ તેનું ભણતર મુંબઈમાં પૂર્ણ કર્યું હતું. તરાના એમબીએ કરવા માંગતી હતી.

પરંતુ તેને કોલેજ દરમિયાન કોઈમિત્રે તેને રેડિયો ઓપનિંગની વાત કરી હતી. તરાના ત્યાં ઓડિશન માટે ગઈ હતી. ઓડિશનમાં સિલેક્ટ થઇ જતા તેને જોબ મળી ગઈ હતી.

ચિત્રહારથી કરિયરની શરૂઆત કર્યા બાદ તેને પાછળ ફરીને ક્યારે પણ જોયું ના હતું. તરાના રાજે ચિત્રહાર બાદ ઘણા શો હોસ્ટ કર્યા હતા. તરાનાએ ટીવીમાં ઘણી સિરિયલમાં, રેડિયોમાં, જાહેરાતમાં અને ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

જો ચિત્રહારની વાત કરવામાં આવે તો તે શો દરમિયાન લોકો તેને ઘણી પસંદ કરતા હતા. તે શો દરમિયાન જણાવતી હતી કે, કયું ગીત તે અઠવાડિયામાં ટોપ પર રહ્યું છે.

આ શો ફક્ત ભારતમાં જ પ્રસિદ્ધ થતો હતો તેવું ના હતું પરંતુ વિદેશમાં પણ તે પ્રસિદ્ધ થતો હતો. વિદેશમાં પણ લોકોમાં તે ઘણી પ્રચલિત હતી. તરાનાની ઍન્કરિંગને લોકો બહુજ પસંદ કરતા હતા.

તરાનાની બોલવાની સ્ટાઇલ અને તેના વાળના કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

Image Source

તરાનાએ લગભગ 5 ફિલ્મોમાં કામ કર્યું છે. તરાના છેલ્લે 2012માં જોડી બ્રેકર્સમાં જોવા મળી હતી. તરાના આજે પણ એક્ટિંગની દુનિયામાં એક્ટિવ છે.