ધાર્મિક-દુનિયા

500 વર્ષ જુના આ મંદિરમાં નોકરીની માનતા થાય છે પુરી, કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછા નથી જતા

બધા લોકોના મનમાં ભણ્યા-લખ્યા પછી, સારી નોકરી મેળવવાની ઇચ્છા હોય છે. લગભગ કોઈ નહીં હોય કે જેના મનમાં એમ ન હોય કે તેને સારી નોકરી ના મળે. લગભગ બધા લોકો સારી નોકરી મેળવવા માંગે છે, જેથી તેઓ તેમના જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે. ઘણા એવા લોકો છે જે સારી નોકરી મેળવવા માટે વિદેશ જવા માંગે છે પરંતુ દરેકની આ ઇચ્છાઓ પૂરી થશે, તે શક્ય તો નથી. કેટલાક લોકો હોય છે જેમની ઇચ્છાઓ પૂર્ણ થાય છે,પરંતુ મોટા ભાગના લોકોની ઇચ્છાઓ અધૂરી રહી જાય છે. પરંતુ એવા ખૂબ જ ઓછા લોકો હશે જે જાણતા હશે કે આપણા દેશમાં એક એવું મંદિર છે કે જ્યા દરેકની ઇચ્છા પૂરી થાય છે. સાવ સાચી વાત છે. હકીકતે આપણે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ એ મંદિરમાં બેરોજગાર લોકો તેમની નોકરીની મનોકામના લઈને આવે છે. અને તેમની મનોકામનાઓ આ મંદિરમાં પૂર્ણ થાય છે.

ખરેખર, આ મંદિર હૈદરાબાદથી લગભગ 40 કિ.મી. દૂર આવેલું છે. આ મંદિરમાં જે લોકોને નોકરી નથી મળતી એ લોકો તેમની પ્રાર્થનાઓ લઈને આવે છે. આ ઉપરાંત, લોકો આ મંદિરમાં વિઝા મેળવવા માટે પ્રાર્થના કરવા પણ આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં, જે ભક્ત પોતાની મનોકામનાઓ લઈને આવે છે, તે ક્યારેય ખાલી હાથ પાછા નથી ફરતા. આ અનોખું મંદિર હૈદરાબાદથી લગભગ 40 કિલોમીટર અંતરે સ્થિત ચીલકુર બાલાજી મંદિર છે, જે લોકોમાં વિશ્વાસ કેન્દ્ર બની ગયું છે. આ મંદિરના લોકો એરોપ્લેન ચઢાવો તરીકે અર્પણ કરે છે.

અહીંના લોકોનું કહેવું છે કે જો આ મંદિરમાં વિમાન ચઢાવો, તો વિઝા મળવામાં સરળતા રહે છે. ભક્તોનું કહેવું છે કે વિઝા માટે દૂતાવાસના ચક્કર લગાવવા કરતા સારું છે કે ચીલકુર બાલાજી મંદિર આવી જાઓ, વિઝા મેળવવામાં જે પણ સમસ્યાઓ આવતી હશે અને બધી જ દૂર થઇ જશે. જો તમારામાંથી પણ કોઈને મહિનાઓથી વિઝા નથી મળી રહયા તો તમે આંધ્રપ્રદેશમાં સ્થિત ચીલકુર બાલાજી મંદિર આવી શકો છો એ તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે.

આ અનોખું મંદિર વિઝાવાળા બાલાજીના નામથી પ્રખ્યાત છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે આ મંદિર 500 વર્ષ જૂનું છે. આ મંદિરમાં લોકો પોતાની નોકરીની મનોકામના લઈને આવે છે અને એ બધાની જ મનોકામના જલ્દી પુરી થઇ જાય છે. લોકકથાઓ અનુસાર જોવા જઈએ તો જાણકારી મળે છે કે વેંકટેશ બાલાજીના એક ભક્ત રોજ કેટલાય કિલોમીટર ચાલીને તિરૂપતિ બાલાજીના દર્શન માટે જતા હતા. એક દિવસ અચાનક તેમની તબિયત લથળી અને તેઓ મંદિર જઈ ન શક્યા, એ પછી ખુદ બાલાજી ભગવાને પોતાના ભક્તને સપનામાં આવીને દર્શન આપ્યા હતા અને તેમને કહ્યું હતું કે ક્યાંય દૂર જવાની જરૂર નથી. હું તારી પાસે જ આ જંગલમાં રહુ છું. પછીના દિવસે જંગલમાં એ જ જગ્યા પર મૂર્તિની સ્થાપના કરાવવામાં આવી હતી, જેને લોકો ચીલકુર બાલાજીના નામથી ઓળખે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.