જ્યોતિષ શાસ્ત્ર

તમારા નસીબમાં કેટલા બાળકોનું સુખ છે તે હવે તમારી જાતે જ ચકાસી શકશો, વાંચો સંતાન પ્રાપ્તિની રેખા વિશે માહિતી

એવું કહેવામાં આવે છે કે હાથની રેખાઓમાં જ આપણી કિસ્મત છુપાયેલી હોય છે અને એટલે જ કેટલાક જ્યોતિષો આપણા હાથની રેખાઓ જોઈને જ આપણા ભવિષ્ય વિશે પણ ઘણા સંકેતો આપતા હોય છે. જો કોઈ જ્યોતિષ સારો હશે તો તમારા હાથની રેખાઓ જોઈને જ તમારા ભવિષ્ય, ધન લાભ અને સંતાન સુખ વિશેની માહિતી તમને આપી જ દેશે.

Image Source

ઘણા ઠેકાણે આપણે જોયું છે કે હસ્તરેખા બતાવવા માટે આપણે દક્ષિણા પણ આપવી જ પડે છે અને સારા જ્યોતિષની શોધ પણ ઘણીવાર મુશ્કેલી ભર્યો વિષય બને છે ત્યારે આજે અમે તમને તમારા હાથમાં જ છુપાયેલી સંતાન સુખની એક રેખા બાવવાના છીએ જેના દ્વારા તમે પોતાની જાતે જ નક્કી કરી શકશો કે તમારા જીવનમાં કેટલા બાળકો રહેલા છે.

Image Source

તે જો આ રેખાનું બારીકાઈથી નિરીક્ષણ કરશો તો તમારા જીવનમાં કેટલા બાળકો લખાયેલા છે એ ઉપરાંત તમારા નસીબમાં દીકરા કે દીકરીનું સુખ લખાયેલું છે?, જોડિયા બાળકોનું સુખ છે? એ વાતો પણ જાણી શકશો. તો ચાલો જાણીએ આજે સંતાન સુખની હસ્તરેખાઓ વિશે.

હાથની ઘણી બધી રેખાઓમાં સંતાનની રેખાને તમે ખુબ જ સરળતાથી ઓળખી શકો છો, આ રેખા તમારી ટચલી આંગળીના જડમાં અને વિવાહ રેખાની ઉપર રહેલી છે.

Image Source

તમારા હાથમાં રહેલી સંતાન રેખાની સંખ્યા તમારા નસીબમાં કેટલા બાળકોનું સુખ રહેલું છે તે વાત જણાવશે, એક કરતા વધારે રેખા એક કરતા વધારે બાળકો હોવાનો સંકેત આપે છે. જો આ સંતાન રેખા ખૂણા ઉપર જઈને વિભાજીત થાય છે તો આ જોડિયા બાળકો થવાનો સંકેત આપે છે. આવી રેખા વાળા વ્યક્તિઓને જોડિયા બાળકો થવાની વધારે સંભાવના રહેલી છે.

Image Source

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર ઘાટી અને જાડી સંતાન રેખા તમને દીકરાના સુખનો સંકેત આપે છે. આવી રેખા વાલો વ્યક્તિઓના જીવન દીકરો થવાની સંભાવના રહેલી છે. પાતળી અને આછી સંતાન રેખા જો તમારા હાથમાં હોય તો આ સંકેત દીકરીનું સુખ હોવાનો સંકેત આપે છે. આવી રેખા વાળા વ્યક્તિઓના ઘરમાં દીકરીનું સુખ હોવાની સંભાવના રહેલી છે.

Image Source

તમારા હાથમાં રહેલી સંતાન રેખા જો શરૂઆતમાં જ વાંકી વળેલી દેખાઈ રહી છે તો આ તમારું બાળક શરૂઆતથી જ અશક્ત હોવાનો સંકેત આપે છે, શરૂઆતના તબક્કામાં જ તમારું બાળક બીમાર રહેવાનો પણ સંકેત આપે છે.

Image Source

ઘણીવાર હાથની અંદર આ સંતાન રેખા ખુબ જ આછી પણ દેખાઈ શકે છે પરંતુ તેને જોવા માટે તમે મેગ્નેફાઇંગ લેન્સનો પણ ઉપયોગ કરીને જોઈ શકે છે.