જીવનશૈલી

તમે જે બ્રાન્ડના કપડાં પહેરો છો તેના બનવા પાછળની હકીકત શું તમને ખબર છે? વાંચીને તમને પણ દુઃખ થશે, વાંચો એક કડવી હકીકત

અત્યારના જમાનામાં ટકી રહેવા માટે બ્રાન્ડેડ બનવું પડે અને બ્રાન્ડેડ બન્યા બાદ પણ બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનો આપણે આગ્રહ રાખીએ છીએ. પગની સ્લીપરથી લઈને માથાના વાળમાં નાખવામાં આવતું શેમ્પુ કે હેરઓઇલમાં આપણી પહેલી પસંદ કોઈ મોટી બ્રાન્ડ જ હોય છે.

Image Source

પરંતુ આ બ્રાન્ડેડ વસ્તુઓ બનવા પાછળ પણ કેટલાક રહસ્યો છુપાયેલા છે. તે કેવી રીતે બને છે, કોણ બનાવે છે તે આપણે કદાચ નહિ જાણતા હોઈએ. ટીવીમાં આવતી જાહેરાત જોઈને આપણે કોઈપણ વસ્તુ ખરીદી લેતા હોઈએ છીએ, જાહેરાતમાં વસ્તુ બનતા પણ બતાવે છે પરંતુ શું તમે માનો છો કે એ સંપૂર્ણ હકીકત હોઈ શકે છે?

Image Source

આજે અમે તમને એવી જ એક હકીકતથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે જે વાંચીને તમને પણ એમ થશે કે “આ કેટલું દર્દ ભરેલું છે.” વાત આપણે બ્રાન્ડેડ કપડાં બનાવતી કંપનીઓની કરવાના છીએ. મોટા શોરૂમ અને મોલની અંદર જે બ્રાન્ડેડ કપડાં મળી રહ્યા છે તેની પાછળ પણ એક કડવું સત્ય છુપાયેલું છે જે કદાચ કોઈ નહિ જાણતું હોય.

Image Source

તમે જે કપડાં પહેરો છે તેની અંદર કેટલાય બાળકોના દર્દ છુપાયેલા છે. એક નવા સર્વે પ્રમાણે દક્ષિણ ભારતમાં ચાલતી દોરા બનાવતી મોટાભાગની કંપનીઓમાં બાળકો કામ કરે છે જેમની ઉંમર 14 વર્ષ કરતા પણ ઓછી છે. “ઇન્ડિયા કમિટી ઓફ ધ નેધરલેન્ડ્સ” દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે જેમાં 90% કંપનીઓમાં બાળકો કામ કરે છે. આ કંપનીઓ માનવાધિકારોનું ઉલ્લંઘન કરી અને બાળકો પાસે બાળમજૂરી કરાવી દોરા બનાવે છે અને મોટી મોટી બ્રાન્ડ આ કંપનીઓ પાસેથી તે દોરા ખરીદે પણ છે. જેના કપડાં બની અને આપણી આસપાસ રહેલા મોલ અને બ્રાન્ડેડ શો રૂમની અંદર મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે.

Image Source

આ સર્વે દ્વારા એ પણ સામે આવ્યું કે લગભગ 750 ફેકટરીઓમાં કામ કરવા વાળી છોકરીઓમાં મોટાભાગે 14 અને 18 વર્ષની છે જેમાં દરેક 5 માંથી એક મજૂર અન્ડરએજ એટલે કે 14 વર્ષથી પણ નાની ઉંમરનું બાળક છે.

Image Source

તમિલનાડુના સ્પિનિંગ મિલ એઓસોશિએશનના પ્રમુખ કી વેન્કેટચલમને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે: “મને આવા કોઈ સર્વે વષે જાણકારી નથી.” જયારે એમ પૂછવામાં આવ્યું કે “ફેકટીમાં બાળકો કામ કરે છે?” ત્યારે એમને જવાબમાં જણાવ્યું કે: “એ પહેલા થતું હતું, હવે બંધ થઈ ચૂક્યું છે.” પરંતુ આ એક જાહેર નિવેદન છે પરંતુ ખરું સત્ય તો ફેક્ટરીની અંદર કામ કરતા બાળકો જ જાણે છે.

Image Source

આજે પણ એવી ઘણી ફેકટરીઓમાં બાળકો કામ કરતા હોય છે. આ બાળકો પાસે માત્ર મહેનત નથી કરાવવામાં આવતી તેમનો પગાર પણ રોકી દેવામાં આવે છે, ઘણીવાર તો આ બાળકોને ફેક્ટરીની હોસ્ટેલમાં બંધ કરી દેવામાં આવે છે અને કેટલીય બાળકીઓ સાથે તો યૌન શોષણ કરવામાં પણ આવે છે. આ વાત આપણને કોઈ ફિલ્મોમાં જ જોવા મળશે પરંતુ આ આપણા દેશનું એક કડવું સત્ય પણ છે.

Image Source

આજથી જ નહીં ભારત કેટલાય વર્ષોથી દુનિયામાં દોરાની સૌથી મોટી નિકાસ કરનારો દેશ રહ્યો છે, કપડાં બનાવવાની તમલિનાડુમાં જ 1500થી પણ વધારે ફેક્ટરી છે જેમાં 2 થી 4 લાખ લોકો નોકરી કરી રહ્યા છે. કપડાં રંગવા, ગૂંથવા અને સિલાઈ માટે કંપનીઓને સૌથી વધુ મજૂરો તમિલનાડુના ગામોમાંથી મળે છે. ત્યાં બનેલા કપડાં દેશના મોટાભાગના શો રૂમમાં 10 ઘણી ઊંચી કિંમતે વેચાય છે. ફેક્ટરીમાં કામ કરતા આ મજૂરો ભણેલા નથી હોતા અને ઉપરથી ગરીબ અને દલિત પણ હોય છે જેનો ફાયદો ઉઠાવી તેમને ડરાવી ધમકાવી કામ ઉપર રાખવામાં આવે છે અને કામ કરતી સ્ત્રીઓ સાથે યૌન શોષણ પણ કરવામાં આવે છે.

Image Source

સર્વે પ્રમાણે કામના કલાકો પુરા થવા ઉપર પણ આ મજૂરોને કંપનીની હોસ્ટેલમાં બંધ કરી દેવામાં આવે છે બહાર નીકળવા દેવામાં આવતા નથી. 10 કલાક સુધી કામ કરવા ઉપર પણ તેમને યોગ્ય વળતર પણ મળતું નથી અને ઘરે પણ જવા દેવામાં આવતા નથી તેમાં પણ એક સ્ત્રી માટે આ સૌથી મુશ્કેલીભર્યું બની જાય છે. તેને વધારે કામ તો કરવું જ પડે છે સાથે સાથે જાતીય સતામણીનો પણ સામનો કરવો પડતો હોય છે.

Image Source

આ બાબતે એક 14 વર્ષની છોકરીને પૂછવામાં આવ્યું ત્યારે તેને જે વાત જણાવી તે સાંભળી રુંવાડા ઉભા થઇ ગયા. એ બાળકીએ જણાવ્યું કે “મને 12 કલાક સુધી સતત કામ કરાવ્યું. જમવા માટે અને બાથરૂમ જવા પણ સમય આપ્યો નહીં, મારી આંખોમાં બળતરા થતી હતી, મને તાવ હતો, પગમાં દુખાવો થઇ રહ્યો હતો અને પેટ પણ ખરાબ થઇ રહ્યું હતું, છતાં પણ મારી પાસે કામ કરાવ્યું.”

Image Source

આપણે ક્યારેય આ બ્રાન્ડેડ કપડાં પહેરતી વખતે વિચાર નહીં કર્યો હોય કે આપણે જે કપડાં પહેરી રહ્યા છે તેની પાછળ કેટલા લોકોનું દર્દ છુપાયેલું છે. કેટલાય લોકોએ પોતાની પીડાનું બલિદાન આપીને એને તૈયાર કર્યા હશે. આપણે પહેરેલા એ કપડાને બનાવવા માટે એ બાળકોના નાના નાના હાથને કેટલી તકલીફનો સામનો કરવો પડ્યો હશે. બસ આપણે એ કપડાંની ચમક દમક જોઈ અને ખરીદી જ લેતા હોઈએ છીએ, તે કોણે બનાવ્યા, કેવી રીતે બનાવ્યા તે જાણવાનો આપણી પાસે સમય નથી. બસ આપણા માટે તો બ્રાન્ડનું નામ પૂરતું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.