જ્ઞાન-જાણવા જેવું

વિચારી રહયા છો કે બાળકને ખોળામાં લઈને જશો અને દંડ નહિ થાય, તો આ જાણકારી તમારા માટે છે

દેશભરમાં નવો ટ્રાફિક નિયમો લાગુ થઇ ચુક્યા છે, ત્યારે જેમ-જેમ દિવસો વીતતા જાય છે, તેમ તેમ નવા નિયમો વિશે જાણકારી મળતી જાય છે. નિયમો તોડવા પર લોકોએ મોટો દંડ પણ ભરવો પડી રહ્યો છે.

બાઈક પર ટ્રિપલ સવારી જવા પર પણ પ્રતિબંધ છે. જો બે કરતા વધારે સવારી બેસશે તો પણ ચલણ ફાડવામાં આવશે. જો બાઇક પર સવાર દંપતી બાળકને ખોળામાં લઈ જતા હોય, તો તેઓએ પણ સાવધાન રહેવું પડશે. ટ્રાફિક પોલીસ બાળકને ત્રીજી સવારી માનીને ટ્રિપલ સવારી માટે ચલણ ફાડી શકે છે.

Image Source

જુના અને નવા મોટર વ્હીકલ એક્ટમાં બાઇકને ટુ સીટર માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે આના પર માત્ર બે લોકોની સવારી જ માન્ય છે. જો એના કરતા વધુ વ્યક્તિ સવારી કરે છે, તો પછી તે ત્રીજી સવારીમાં ગણાશે. જુનો મોટર વાહન કાયદો પણ બાળકને ત્રીજી સવારી પણ માનતો હતો. પરંતુ તેની કોઈ ગાઇડલાઇન ન હતી.

પરંતુ હવે દંડ અને સખ્તીના કારણે લોકોમાં એક પ્રકારનો ડર પેદા થયો છે. 1 સપ્ટેમ્બરથી અમલમાં આવેલા સુધારેલા મોટર વ્હીકલ એક્ટમાં બાઈક પર બેથી વધ સવારી ઓવરલો માનવામાં આવે છે. એમાં બાળકો માટે છૂટનો કોઈ ઉલ્લેખ નથી. આ અંગે અનેક સંસ્થાઓએ ગાઇડલાઇન જારી કરવાની માંગ કરી છે. વધુ પેનલ્ટીની સાથે હવે લોકોને લાયસન્સ રદ થઇ જવાનો પણ ભય છે.

Image Source

ભારતમાં બે તૃતીયાંશ વાહનો દ્વિચક્રી વાહનો છે. બાઇક ઉત્પાદક કંપનીઓ એવી બાઇક્સ બનાવે છે કે બાઇક 200થી 300 કિલો વજન ઉંચકી શકે છે. પરંતુ નિયમો કહે છે કે બેથી વધારે વ્યક્તિ બેસી શકે નહીં. જો બેસે તો નવા કાયદા મુજબ 2 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks