મનોરંજન

પ્લેનમાં પાછળની સીટમાં બેસીને બોલિવૂડ હિરોઈન સાથે શારીરિક અડપલાં કર્યા, કોર્ટે એવી સજા ફટકારીકે જબરો ભેરવાયો

3 વર્ષ પહેલા એટલે કે 2017માં બોલીવુડની ચાઈલ્ડ એક્ટ્રેસ સાથે ફ્લાઈટમાં છેડછાડના મામલે મુંબઈની ડીંડોશી કોર્ટે આરોપી વિકાસ સચદેવાને 3 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટ આરોપી પર યૌન અપરાધ બાળક સંરક્ષણ અધિનિયમ હેઠળ આ મામલાની સુનાવણી કરી હતી. આ સિવાય કોર્ટ આરોપીનર 25 હજાર 500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

Image Source

વિકાસની સજા ઓછી કરવા પર વિકાસના વકીલે કોર્ટમાં અપીલ કરી હતી કે, વિકાસની કમાણીથી જ ઘર ચાલે છે. આ સાથે જ કહ્યું હતું કે, વિકાસ પહેલી વખત જ ગુન્હામાં જ દોષિત સાબિત થયો છે, આ સિવાય તેની પર બીજા કોઈ અન્ય કેસ નથી. પરંતુ કોર્ટે આ સજાને કાયમ રાખી હતી. વિકાસ હવે આ ફેંસલાની ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે.

વિકાસ સચદેવને પોક્સો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જયારે 2017માં આ ઘટના ઘટી ત્યારે એક્ટ્રેસની ઉંમર 17 વર્ષની હતી. એક્ટ્રેસે આરોપ મુખ્ય બાદ પોલીસે વિકાસ સચદેવાને મુંબઈથી ગિરફ્તાર કર્યો હતો.

જણાવી દઈએ કે, આ મામલો 10 ડિસેમ્બર 2017નો છે. એક્ટ્રેસ દિલ્લીથી મુંબઈ જઈ રહી હતી. આ દરમિયાન ફ્લાઈટમાં તેની સાથે છેડછાડ થઇ હતી. આ વાતનો ખુલાસો ત્યારે થયો હતો જયારે એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીનેઆખી વાત કહી હતી. બાદમાં એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન વિકાસ સચદેવ પર છેડછાડનો આરોપ લગાવ્યો હતો.

Image Source

એક્ટ્રેસે વીડિયોમાં કહ્યું હતું કે, એક વ્યક્તિએ મારી અઢી જ કલાકની યાત્રાને નર્ક બનાવી દીધી છે. હી આ ઘટનાને ફોનમાં રેકોર્ડ કરવા માંગતી હતી, પરંતુ ઓછા પ્રકાશને કારણે હું રેકોર્ડના કરી શકી. આ હરકત 5થી 10 મિનિટ સુધી ચાલી હતી.

Image Source

આ મામલે આરોપી પત્નીએ કહ્યું હતું કે, મારા પતિનો છેડછાડ કરવાનો કોઈ ઈરાદો ના હતો. અમારા પરિવારમાં એક જુવાન શખ્સનું નિધન થઇ ગયું હતું. મારા પતિ છેલ્લા 24 કલાકથી સુતા ના હતા. મારા પતિએ ક્રૂને કહ્યું હતું કે, તે પરેશાન કરવામાં ના આવે તેને સૂવું હતું. વિકાસે સુતા સમયે તેના પગ ઉપર કર્યા હતા. કોઈના શોષણ કરવાનો કોઈ ઈરાદો ના હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.