રસોઈ

ચીઝી ગાર્લિક બ્રેડ રેસિપી – સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને બનાવો .. ખુબ જ સ્વાદિષ્ટ છે, મજા પડી જશે

ચીઝી ગાલિૅક બે્ડ (વિથ બે્ડ બેઝ) તમે બધા ગાલિૅક બે્ડ તો બનાવતા હશો પણ બજારમાંથી બે્ડ તૈયાર લાવતા હશો ને.આજે હું તમારા માટે એવી રેસીપી લઈને આવી છુ કે હવે તમારે ગાલિૅક બે્ડ બનાવતી વખતે બે્ડ પણ ઘરે જ બનાવી શકશો અને એપણ ખૂબ જ ઓછી સામગી્ અને ઓછા ટાઈમમાં.આશા છે તમને બધાને પસંદ આવશે.તો નોંધી લો મારી આ રેસીપી અને આજે જ બનાવો તમારા કિચનમા…

સામગી્:

 • હુંફાડુ પાણી- ૧/૪ કપ
 • ડા્ય ઈસ્ટ -૧ ટી સ્પૂન
 • લસણ- હાફ કપ (ક્શ કરેલુ)
 • સુગર- ૧ટી સ્પૂન
 • મેંદો- ૧ કપ
 • ઓરેગાનો- ૧ ટી સ્પૂન
 • મિકસ હબૅસ- ૧ ટી સ્પૂન
 • ચિલી ફ્લેક્સ-હાફ ટી સ્પૂન
 • સ્વીટ કોનૅ- હાફ કપ
 • બટર-હાફ કપ
 • મોઝરેલા ચીઝ- ૧ કપ
 • મીઠુ- જરુર મુજબ
 • કોથમીર- હાફ કપ

રીત:
એક બાઉલમાં ૧/૪ કપ પાણીને હુંફાડુ ગરમ કરો.તેમાં સુગર અને ડા્ય ઈસ્ટ ઉમેરીને ૧૦ મિનિટ સુધી ઢાંકીને ઈસ્ટ એક્ટીવેટ થવા દો.
એરટાઈટ ઢાંકણથી કવર કરવું જેથી ઈસ્ટ જલ્દી એક્ટીવેટ થાય.
હવે એક બાઉલમાં મેંદો લઇ તેમાં એક્ટીવેટ થયેલી ઈસ્ટ,મીઠુ,૧/૪ કપ ક્શ કરેલુ લસણ,હાફ ટી સ્પૂન ઓરેગાનો,હાફ કપ બટર (રુમ ટેમ્પરેચર) ઉમેરીને સરખુ મિકસ કરો. મિકસ થઈ જાય એટલે તેમાં જરુર મુજબ પાણી ઉમેરીને સોફ્ટ લોટ બાંધો. લોટને થોડુ તેલ કે બટર લગાવીને ભીના કપડાથી કવર કરીને ૨ કલાક રેસ્ટ આપો.ગરમીમાં ૧કલાક રેસ્ટ આપો તો ચાલશે.પણ મિનિમમ ૪૫ મિનિટ્સ રેસ્ટ આપવો જેથી બે્ડ સોફ્ટ થાય.

 રેસ્ટ આપ્યા પછી લોટ ફૂલીને ડબલ થઇ જશે.હવે થોડા કોરા લોટથી ડસ્ટીંગ કરીને લોટને સરખો ગૂંથી લેવો.
એકસરખા મોટી સાઇઝના લૂવા કરીને પીઝાના રોટલા જેવા વણી લો.
એક બાઉલમાં બાકીનુ બટર મેલ્ટ કરી લો.તેમાં બાકીનું ક્શ કરેલુ લસણ અને કોથમીર ઉમેરો. હવે વણેલા રોટલા પર બટરનું જે મિક્સર તૈયાર કયૅુ છે તે લગાવો.તેની પર થોડી સ્વીટકોનૅ મૂકો.
તેના પર ઓરેગાનો,મિક્સ હબૅસ અને ચીલી ફ્લેક્સ સ્પી્ંકલ કરો.તેના પર મોઝરેલા ચીઝ લગાવો.
હવે રોટલાની સાઈડ પર પાણી લગાવો અને હાફ સાઈડ રોલ કરીને ફોલ્ડ કરી દો. ફોલ્ડ કરેલી સાઈડ પર બાકી રહેલુ બટર અને લસણનું મિક્સર લગાવો.તેના પર બાકી રહેલા ઓરેગાનો,મિક્સ હબૅસ અને ચીલી ફ્લેક્સ સ્પીંકલ કરો અને તેના પર બાકી રહેલુ મોઝરેલા ચીઝ અને કોથમીર લગાવો.
હવે બેકિંગ ટે્ માં બટરપેપર મૂકો અથવા બટર લગાવીને તૈયાર કરેલા રોટલાને બેકિંગ ટે્ માં મૂકો.
ઓવનમાં ૧૮૦ ડિગી્ પર ૧૫ મિનિટ માટે બેક કરો.
કુકરમાં બનાવવી હોય તો કુકરમાં મીઠુ પાથરીને સ્ટેન્ડ મૂકીને વિસલ કાઢીને ઢાંકી દો અને ૧૦ મિનિટ માટે પી્હિટ કરો.
કોઈ પણ જાડા તડિયાનુ ટીન લઈને તેમાં બટર લગાવો અને તેમાં તૈયાર કરેલો રોટલો મૂકો. પી્હીટ કરેલા કુકરને ખોલીને ટીનને તેમાં સ્ટેન્ડ પર મૂકીને ઢાંકી દો.મીડીયમ આંચ પર ૨૫ મિનિટ સુધી થવા દો.પછી ટુથપીક અથવા નાઈફથી ચેક કરો. બહાર કાઢીને એકસરખા પીસ કરો અને સવૅ કરો. તો તૈયાર છે ચીઝી ગાલિૅક બે્ડ.
નોંધ:
તમે જેલેપીનોઝ ઉમેરી શકો છો. ઈન્સ્ટ્ન્ટ એકટીવ ઈસ્ટ પણ બજારમાં મલે છે.જો એ યુઝ કરો તો એક્ટીવ કરવાની જરુર નથી.એને ડાયરેક્ટ લોટમાં એડ કરવાની હોય છે.
તો આજે જ બનાવો ચીઝી ગાલિૅક બે્ડ તમારા કિચનમાં અને કમેન્ટ્સમાં જણાવજો કે તમન્ બધાને મારી આ રેસીપી કેવી લાગી.

Recipe By : ભૂમિકા દવે
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks