ખેલ જગત

નશામાં છેડછાડથી ગંદા હોટેલ રૂમ સુધી, IPL ની આ છ કાળી હકીકતનો ચીયરલીડર્સે કર્યો હતો ખુલાસો

સ્વરૂપવાન ચીયરલીડર્સ સાથે આવું આવું થાય છે, હે ભગવાન…IPL ની કાળી કરતૂત આવી સામે

IPL માં દરેક વર્ષે આ ટુર્નામેન્ટ સાથે મોટા મોટા નામ જોડાતા જઈ રહ્યા છે. જો કે સફળતાના ચરમ પર બેઠેલા આ ટુર્નામેન્ટ પર ઘણા દાગ પણ લાગ્યા છે. જેમાં મેચ ફિક્સિંગ, ખિલાડીઓ વચ્ચે વિવાદ અને છેડછાડના મામલાઓ શામિલ છે. આઇપીએલની ચીયરલીડર્સે પણ ગયા વર્ષે અમુક એવા ખુલાસાઓ કર્યા હતા જેના વિશે જાણીને તમને પણ હેરાની લાગશે. આવો તો જાણીએ ચીયરલીડર્સ દ્વારા બતાવામાં આવેલા આ છ ડાર્ક સિક્રેટ્સ વિશે.

Image Source

1. બૉલીવુડ સાથે સંબંધ:
મોટાભાગે ચીયરલિર્ડ્સ બૉલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી ચુકેલી હોય છે. ચીયરલીર્ડસે કહ્યું કે જે કંપની આઇપીએલને ચીયરલીડર્સ આપે છે તે બોલીવુડમાં ડાંસ ગ્રુપ પણ સપ્લાઈ કરે છે. જેને લીધે ઘણી ચીયરલીડર્સને ફિલ્મોમાં કામ કરવાનો મૌકો પણ મળી જાય છે.

Image Source

2. ચુકવણીની સમસ્યા:
અમુક વર્ષ પહેલા બે ચીયરલીડર્સએ ખુલાસો કર્યો હતો કે ઘણીવાર તેઓની ચુકવણીની વ્યવસ્થા સમય પર કરવામાં આવતી ન હતી. તે લોકોએ તેમને તે જરૂરી વસ્તુઓ ન આપવાની ફરિયાદ પણ કરી હતી જે તેઓને યાત્રાના સમયે જરૂરી હતી.

Image Source

3. શોષણ:
આઇપીએલમાં ઘણી ચીયરલિર્ડ્સએ ઉત્પીડનની ઘટનાઓ પર નારાજગી જણાવી હતી પણ અધિકારીઓએ ક્યારેય તેનું સમાધાન કર્યું ન હતું. આયોજકો પણ તેને એવા અસહજ કપડા પહેરવા માટે આપે છે જે યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં નથી આવતા.

Image Source

4. જાતિભેદ:
જોવામાં આવ્યું છે કે ચીયરલિર્ડ્સ મોટાભાગે વિદેશી અને રૂપાળી હોય છે. અમુક ચીયરલીર્ડસે આ બાબત પર કહ્યું હતું કે આયોજકો કોઈપણ અશ્વેત કે શ્યામવર્ણ છોકરીને ચીયરલીડિંગ ટીમમાં નથી રાખવા માગતા. અમુક ચીયરલીડર્સે એવું પણ કહ્યું કે આયોજક નથી ઇચ્છતા કે ભારતીય છોકરીઓ આવા આઉટફિટ્સ પહેરે, આ પણ એક પ્રકારનો જાતિવાદ જ છે. ચીયરલીર્ડસે કહ્યું કે આ પ્રકારના ભેદથી ઘણી પ્રતિભાશાળી છોકરીઓએ મૌકો નથી મળતો.

Image Source

5. આઇપીએલની પાર્ટીઓમાં છેડછાડ:
ખિલાડીઓને રિફ્રેશ કરવા માટે મોડી રાત સુધી આઇપીએલ પાર્ટીઓ ચાલે છે. જેમાં ચીયરલીડર્સને પણ શામિલ કરવામાં આવે છે. એમાંની જ એક ચીયરલીડર્સે ખુલાસો કર્યો હતો કે અમુક ઓસ્ટ્રેલિયાઈ અને દક્ષિણ આફ્રિકી ખિલાડીઓએ નશામાં ધૂત થઈને તેની સાથે છેડછાડ અને દુર્વ્યવહાર કર્યો હતો. આ સિવાય મૈચ ફિક્સિંગની ચર્ચાઓ પણ પાર્ટીમાં થતી હતી.

Image Source

6. ગંદા હોટેલ્સ:
અમુકે કહ્યું હતું કે તેઓને રોકાવા માટે એક સ્ટાર હોટેલ આપવામાં આવતી હતી જેમાં પૂરતી માત્રામાં સુવિધાઓ નથી હોતી. અમુકે તો એવું પણ કહ્યું હતું કે હોટેલ્સના રૂમ ખુબ જ ગંદા હોય છે અને રૂમમાં જ્યા ત્યાં પ્રાણીઓના મળ પણ પડેલા હોય છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.