બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીની સફળતાની કહાની, કેવી રીતે બાલાજી કંપની બની 10 હજાર કરોડ રૂપિયાની કંપની

2800 કરોડના માલિક ચંદુભાઈ જીવે છે સાધારણ જિંદગી, વિદેશી મલ્ટીનેશનલ કંપનીના ડુચા કાઢી નાખ્યા

નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સ તો લોકોને યાદ જ હશે. બાલાજી વેફર્સ એ પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને હંફાવી રાખી છે. બાલાજીના મહેનતું માલિક ચંદુભાઈ વિરાણીએ આજે 10 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. અબજોપતિ હોવા છતાં ચંદુભાઈ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. ચંદુભાઈ આજેય મિત્રો-સ્વજનોનાં લગ્નમાં ટ્રેડિશનલ રાસ પણ લઈ લે છે અને પૌત્રીઓ માટે વૅફર પણ તળી આપે છે.

મોટા ઉદ્યોગપતિ હોવા છતાં બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીના પગ ધરતી પર જ છે. ચંદુભાઈનું માનીએ તેઓ નાનપણમાં મિત્રો સાથે નદીએ નાહવા જતા હતા અને ઝાડ પર ચડવાની રમતો રમતા હતા. આ દોસ્તો સાથે તેઓ આજે પણ સંપર્કમાં છે. આ મિત્રો જ્યારે રાજકોટ આવે ચંદુભાઈને મળ્યા વિના જતા નથી. ચંદુભાઈ પણ તેમના નાના-મોટા પ્રસંગોમાં હાજરી આપે છે.

તેમના પ્રસંગમાં પરિવારના સભ્યની જેમ રાસ-ગરબામાં સામેલ થઇ જાય છે. ગામડામાં જે રીતે રાસ રમાય એ રીતે જ કાઠિયાવાડી રાસ રમતા જોઈને લોકોને નવાઈ લાગે છે. તેમને ટ્રેડિશનલ રાસનો શોખ છે, બાકી બીજો કોઈ ખાસ શોખ નથી. તેઓ એકદમ સરળ રીતે રહેવામાં માને છે. ચંદુભાઈ કહે છે કે, મિત્રો એ મિત્રો હોય છે. પૈસા આવ્યા એટલે હું તેમને છોડી દઉં એ યોગ્ય નથી. તેઓ મને ફોન કરે, હું પણ ફોન પર તેમના સંપર્કમાં રહું છું.

ચંદુભાઇ વિરાણીનો જન્મ ગુજરાતના જાનમગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં ધુન-ઘોરાજી ગામમાં થયો હતો. તેમના પિતાજી પોપટભાઇ ખેડૂત હતા. છેલ્લે કેટલાક સમય સુધી ક્ષેત્રમાં વરસાદ ના પડવાને કારણે સૂકાઇ રહ્યુ હતુ. એવામાં તેમના પિતાજીએ ખેતર વેચી દીધુ અને તેનાથી પ્રાપ્ત થયેલ 20 હજાર રૂપિયાથી ચંદુભાઇ વિરાણી અને તેમના 4 ભાઇઓને આપીને કંઇક નવો વેપાર શરૂ કરવા કહ્યુ. તેમણે અને તેમના ભાઇઓએ પિતાની ઇચ્છા મુજબ કંઇક એવું જ કર્યુ અને તેમણે તે પૈસાથી ખાતર અને ખેતીનો સામાનનો વેપાર શરૂ કરી દીધો. પરંતુ વીરાણી ભાઇઓની વેપારમાં અનુભવહીનતાનો ફાયદો ઉઠાવી તેમને નકલી સામાન પકડાવી દીધો જેનાથી બધા ભાઇઓના પૈસા ડૂબી ગયા અને વેપાર બંધ થઇ ગયો.

બાલાજી પરિવાર સાથે આશરે પાંચ હજાર 5000 કર્મચારી જોડાયેલા છે. ચંદુભાઈ માટે તેઓ કર્મચારીઓ નથી, પણ પરિવાર સમાન છે. તેમની નીતિ પહેલેથી જ એવી રહી છે કે સ્ટાફના કોઈને પણ ક્યારેય માગવા આવવું જ ન પડે એટલું તેમને આપી દે છે. તેઓ માને છે કે કર્મચારીએ માગવા આવવું પડે એ આપણી ઉણપ છે. કર્મચારીઓને તેઓ કમાઉ દીકરા માને છે.

બાલાજી વેફર્સ ગ્રૂપ સ્ત્રી સશક્તિકરણની એક મિસાલ છે. કંપનીના સ્ટાફમાં 70 ટકા મહિલાઓ છે. ચંદુભાઈ વિરાણી કહે છે કે, પુરુષની સરખામણીએ મહિલામાં એકાગ્રતા વધારે હોય છે. તેમજ આપણી સંસ્કૃતિમાં તો મહિલાને રસોઈની રાણી કહેવાય છે. તેથી અમારે ત્યાં મહિલાઓને મોટી સંખ્યામાં કામ આપવામાં આવે છે.

1982થી ઘરે જ વેફર બનાવવાની શરૂઆત કરી હતી. પહેલા લોકો ખાસ આવી રીતે વેફર ખાતા ન હતા અને વિચારતા કે આ ક્યારે બનેલી હોય. રાજકોટમાં એ સમયે ગોરધનદાસ તાવડો રાખીને વેફર વેચતા હતા. ધીમે ધીમે અમારું વેચાણ વધ્યું તો આસપાસની દુકાનોમાં સપ્લાઇ શરૂ કરી અને પછી આખા શહેરમાં વેચાવા લાગી.

વેચાણ વધતાં લાગ્યું કે હવે ઘરેથી પહોંચી શકાશે નહિ, એટલે 1989માં આજી GIDCમાં જગ્યા રાખી અને બેંક લોન લઈને પ્રોડક્શન શરૂ કર્યું. તેમના ભાઈ કનુભાઈને ટેક્નિકલ સમજ હતી એટલે 1992માં ઓટોમેટિક પ્લાન્ટ બનાવ્યો અને આજે હવે સમય પ્રમાણે તેમના અને તેમના ભાઈઓનાં સંતાનો નવી નવી ટેકનોલોજી અને માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી અને બિઝનેસને આગળ વધારી રહ્યા છે.

હાલમાં Hurun India Rich list 2020એ ધનિકોની બહાર પાડેલી યાદીમાં બાલાજી વેફર્સના ત્રણેય ભાઈઓનો સમાવેશ કર્યો હતો. જેમાં ચંદુભાઈ વિરાણી 2,800 કરોડ, કાનજીભાઇ વિરાણી 2,800 કરોડ અને ભીખાભાઈ વિરાણી 3,300 કરોડના માલિક છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!