નાની શરૂઆત કરીને લાંબી ઉંડાણ ભરીને ઘણા લોકોએ પોતાની જાતને સાબિત કરી બતાવ્યા છે. ઘણા બિઝનેસમેને પોતાના ઇરાદાઓને મજબૂતાઈથી નિભાવ્યા છે અને આજે એક મુકામ પર પહોંચ્યા છે. ત્યારે આજે એવી જ એક બ્રાન્ડ વિશે વાત કરીએ, જે ગુજરાતની ગલીઓમાંથી નીકળીને હવે એક ચર્ચિત બ્રાન્ડ બની ગયી છે. વાત કરીએ છીએ બાલાજી નમકીન વિશે… બાલાજી નામકીનના માલિક ચંદુભાઈ વિરાણી એક સફળ બિઝનેસમેન છે જેમને ઘણા સંઘર્ષ બાદ પણ હાર ન માની અને આજે તેઓ 1500 કરોડની કંપનીના માલિક છે. પોતાના ભાઈઓ સાથે શરુ કરેલા બિઝનેસમાં ચંદુભાઈ આજે એમડી છે.

બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સ્થાપક ચંદુભાઈ વિરાણી, જેમને આજથી વર્ષો પહેલા પોતાના ઘરે જ બાલાજી વેફર્સ બનાવવાનું શરૂ કર્યું હતું, જે આજે એક મોટી અને સફળ કંપની બની ગઈ છે. ગુજરાતમાં તો ઠીક પણ ગુજરાતની બહાર અને આખા ભારતભરમાં અને દેશ વિદેશમાં બાલાજી વેફરસે ડંકો વગાડયો છે.

તમને જણાવી દઈએ કે અત્યારનું બજાર 82%થી પણ વધારે બાલાજીના પેકેટથી ભરેલું છે. તેની સફળતા આકાશ આંબી ચૂકી છે. નાના મોટા સૌ કોઈને માટે બાલાજીનું નામ નવું તો નથી. આ કંપની હાલ રોજના 3500000 બટાકાના વેફરના પેકેટનું મેન્યૂ ફેક્ચરિંગ કરે છે અને સાથે સાથે બીજી નાસ્તાની નમકીન તો બનાવવાની જ, જેમ કે શીંગ ભુજીયા, મસાલા સીંગ, મસાલા વેફર, સાદી વેફર, મોળી વેફર, ટામેટાં વેફર, સેવ મમરા અને બીજી ઘણી બધી નમકીન અને ચવાણા તો ખરા જ. તો ચાલો આજે જાણીએ આ સફળતાનું રહસ્ય.

બાલાજીની વેફરની સફળતાનું રહસ્ય –
આમ જોઈએ તો ગુજરાત તો ઠીક પણ આખા ભારત અને ભારતની બહાર વિદેશમાં પણ બાલાજીના જ પેકેટની માંગ વધારે છે. હાલની બાલાજીની મજબૂત સ્થિતી જોતાં લાગી રહ્યું છે કે કોઈ મોટામાં મોટી કંપની પણ બાલાજીની સામે ટક્કર ન લઈ શકે. કોઈપણ પ્રકારનું કારકેટિંગ નહી, કે કોઈ મોટી જાહેરાત નહી, ના કોઈ લલચાવનાર સ્કીમ તો પણ આમ જોઈએ તો હાલની બજાર 82% બાલાજીના પેકેટથી જ ભરાયેલ છે. તો ચાલો આજ જાણીએ કે ચંદુભાઈની આ કંપની બાલાજીની સફળતાનું રાઝ.

સૌરાષ્ટ્રના રાજકોટ પાસે કાલાવાડ તાલુકાનાં એક નાનકડા ગામમાં ચંદુભાઈનો જન્મ થયો. પોતે એક ખેડૂત પુત્ર હોવાથી તે પણ ખેતીમાં જ ઝંપલાવ્યું અને સાથે તે સમાજ સેવા પણ કરવાનું ચૂકતા નહી, સતત નવું નવું જાણવાની તેમની જિજ્ઞાસા વૃતિને કારણે જ તેઓ સતત વિચારશીલ અને પ્રવૃતિશીલ રહેતા હતા. તેનું બાળપણ નાનકડા ગામડામાં જ વીત્યું છે.

એકવાર બન્યું એવું કે ખેતરમાં કોઈ સારી ઉપજ ના થઈ એટલે તેમના પિતાજીએ ચંદુભાઈને કહ્યું કે હવે ખેતીમાં કશું નથી મહેનત આપણે કરીએ અને ભાવ બીજા નક્કી કરે તેના કરતાં તું શહેર જા અને ત્યાં કોઈ સારો ધંધો નાખ. જેમાં આપણને પણ કશુક મળે અને બીજાને પણ આપણે રોજગાર આપવામાં મદદગાર થઈએ. અને તેઓ પિતાજીની વાત સાંભળીને સમજી ગયા અને ખેતર પાદર વેચીને ધંધો કરવા માટે રાજકોટ સ્થાયી થઈ ગયા.
જો કે તેમનું આ પગલું થોડું જોખમી કહેવાય પણ અત્યારે એવું લાગે કે તેમણે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. પછી એ સમયે ચંદુભાઈએ બજારમાથી હોલસેલના ભાવે વેફર ખરીદીને મોટા મોટા સિનેમાઘર અને દુકાનમાં આપવાનું નાનું એવું કામ કરતાં હતા. માર્કેટમાં પણ વેફરની માંગ વધારે રહેતી હતી.

આ પછી ચંદુભાઈ પોતે જ વેફર બનાવતા અને પોતે જ વેફર વેચવા લાગ્યા જેમાં તેમણે ખૂબ જ ફાયદો થયો. જો કે એ સમયમાં ઘણા ઓછા લોકો વેફર બનાવતા હતા. ધીરે ધીરે ચંદુભાઈની વેફર નાની-મોટી દુકાનો સુધી પહોંચી ગઈ, અને લોકો અને વેપારીઓ સામેથી ચંદુભાઈ સાથે વેફર લેવા માટે સંપર્ક કરતાં હતા. એ પછી એટલા ઓર્ડર આવવા લાગ્યા કે તેમના ઘરે જ રોજના પૂરા સાઇઠ કિલોની વેફર બનતી અને પછી તેઓએ પ્લાસ્ટિકના પેકિંગ કરવાના શરૂ કર્યા અને એ પેકેટ પર બાલાજી લખાવતા હતા. આમ બાલાજી બ્રાન્ડનો જન્મ થયો.

રાજકોટના સાંગણવા ચોકમાં વેફર બનાવીને તેને વેચવાની એક દુકાન ખોલી જેમાં વેફર, મગની દાળ, મસાલા વટાણા અને ચણાની દાળ જેવી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી હતી. અને તેમના ભાઈ ભીખુભાઇ વિરાણી આ દુકાન સાંભળતા અને તે વેચવા જતાં. આમને આમ તેઓ બને મળીને બાલાજીની કંપનીને વધારે મજબૂત કરીને પાયો જ એટલો મજબૂત બનાવ્યો કે તેમની મહેનતે કે બાલાજીની બીજી પેઢી એટલે કે તેમના દીકરા કેયુર અને મિહિરને ધંધાના ભારની ચિંતા જ ના રહી.

બાલાજી વેફરનો સકસેસ મંત્ર:
- જિંદગીમાં ક્યારેય હાર ન માનો
- નવા નવા અને ચમત્કારિક વિચારો અપનાવતા જ રહો.
- જેમાં કોમ્પિટિશન હોય એ જ કામમાં ઝંપલાવવું
- જે કામ કરો તેમાં દિલથી મહેનત કરી તેને સફળ બનાવવાના જ પ્રયત્નો કરવા.
- ધંધાના માર્કેટિંગ બાબતે ધ્યાન આપવું,
- કોઈપણ વર્કના કે વસ્તુમાં ક્વોલિટી જળવાઈને લોકોને સંતોષ મળે તેનું ધ્યાન રાખવું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks