
ચંદ્રયાન-2ને લઈને દેશ ખાસો ઉત્સાહિત હતો અને અચાનક વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટવાના કારણે દેશ થોડો નિરાશ થયો હતો. પરંતુ ચંદ્રયાન સાથે જોડાયેલું ઓર્બીટર પોતાનું કાર્ય કરી રહ્યું હોવાનું જાણી દેશને ખુશી પણ થઇ હતી.

ઓર્બીટર ચંદ્રની ગોળ ગોળ ફરી અને માહિતી એકત્ર કરી રહ્યું છે તેમજ ફોટોગ્રાફ પણ લઈ રહ્યું છે. એવામાં જ ચંદ્રનો એક સુંદર ફોટોગ્રાફ ઓર્બીટર દ્વારા લેવામાં આવ્યો જે આજ પહેલા કદાચ ક્યારેય નહિ લેવામાં આવ્યો હોય. ચાંદ પરથી આટલો સ્પષ્ટ ફોટો આ પહેલી વખત ભાર આવ્યો છે એ જોઈને ઈશરોમાં ખુશીનું વાતાવરણ ફેલાઈ ગયું.

તમને જણાવી દઈએ કે ઓર્બીટરમાં હાઈ રીજોલ્યુંશન કેમરા (OHRC) લાગેલા છે. ઓર્બીટર દ્વારા ચંદ્રના આ ફોટા 5 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવ્યા હતા. ઈસરો એ ગયા આઠવડીએ જ આ ફોટા આપણી સામે મુખ્ય છે.

વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવા માટે માત્ર ઈસરો જ નહીં બીજી કેટલીક સ્પેશ એજન્સીઓ પણ લાગી ગઈ છે. નાસાએ તો જાહેર પણ કરી દીધું છે કે આગામી 17 ઓક્ટોમ્બરથી તે વિક્રમ લેન્ડરને શોધવામાં મદદ કરશે, કારણ કે આખી દુનિયા જાણી ગઈ છે કે જો વિક્રમ લેન્ડર સાથે ફરી સંપર્ક થઇ ગયો તો ચાંદ પરથી ઘણી જ મહત્વપૂર્ણ માહિતીઓ મળવાની છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.