ખબર

ચંદ્રયાન 2 લેન્ડર સાથે સંપર્ક તૂટતાં ભાવુક થયું બૉલીવુડ, લતાથી લઈને અમિતાભ બચ્ચાને કહી દીધી આ વાત

ચંદ્રયાન-2ના ચંદ્ર પર ઉતરવાને લઈને નાના મોટા દરેક લોકો પોતાની નજર ટકાવીને બેઠા હતા. બધા જ લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માનતા હતા, પણ ચંદ્રયાન ઉતરવાની થોડીક વાર પહેલા જ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો અને આવું થવાથી ઇસરોના વૈજ્ઞાનિક ચિંતિત થઇ ગયા હતા. વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી. ચંદ્રયાનના સંપર્ક તૂટવા પર બોલિવૂડના કલાકારોએ ઇસરોના વૈજ્ઞાનિકના આ કાર્યના વખાણ કર્યા અને ભવિષ્યમાં સફળતા મળે તેવી કામના કરી હતી.

Image Source

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકો ચંદ્રયાન-2ને લઈને ઉત્સુક અને ખુશ હતા, પરંતુ જ્યારે ખબર આવી કે ચંદ્રયાન સાથે સંપર્ક તૂટી ગયો છે ત્યારે આ સેલિબ્રિટીઓએ આશા ન છોડી અને વૈજ્ઞાનિકોને તેમની આ સફળતા માટે શુભેચ્છા પાઠવી રહ્યા હતા.

રિતેશ દેશમુખે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, “આપણે લોકો જલ્દી આનાથી બહાર આવી જશું. ભવિષ્ય એમનું જ હોય છે જે સપના પુરા કરવામાં વિશ્વાસ રાખે છે. ઈસરોની આખી ટિમ પર અમને ગર્વ છે. આપણે જે પણ મેળવ્યું છે એ કોઈ નાની વાત નથી.”

બોલિવૂડ અભિનેત્રી નિમ્રત કોરે લખ્યું, “આપણને આ જગ્યાએ પહોંચાડવા માટે ઇસરોના દરેક પ્રતિભાશાળી લોકો માટે આ એક અવિશ્વનીય સફળતા છે, ચંદ્રયાન-2 પણ ખુબ જ ગર્વ છે અને તેની પાછળના જે સપનું હતું તેનાથી હું ખુબ જ પ્રેરિત છું. આપણે ભલે સંપર્ક તૂટી ગયો હોય પણ આશા નથી છોડી.”

અનુપમ ખેરે લખ્યું છે કે. “गिरते हैं शहसवार ही मैदान-ए-जंग में, वो तिफ्ल क्या गिरे जो घुटनों के बल चले!!!” તેમને આગળ જણાવતા કહ્યું કે અમને ગર્વ છે તમારા પર.

ફિલ્મ નિર્દેશક અનુભવ સિન્હાએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, “આશા કરું છું કે તેઓ જલ્દી જ સંપર્ક ફરીથી સાધી શકશે. આની પાછળ ઘણા બધા લોકોની મહેનત અને પ્રાર્થના છે. આ જલ્દી થશે. વિશ્વાસ કરો, વેલ ડન ISRO.”

વીર દાસે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, ‘જ્યારે કોઈ સાચા અર્થમાં વિચારે છે તો આપણે વાસ્તવમાં એક સ્વાતંત્ર્ય રાષ્ટ્રના રૂપમાં કેટલા આગળ છીએ, આપણી પાસે આંતરિક મિશન છે અને આ સ્તરે આ સારી ઉપલબ્ધી છે. ઈસરો તમારી સાથે રાષ્ટ્ર ઉભું છે.’


લતા મંગેશકરની ટ્વિટ

અમિતાભ બચ્ચનની ટ્વીટ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks