મનોરંજન

ધનાશ્રી વર્મા સાથે થિરકતો નજરે આવ્યો યૂઝવેન્દ્ર ચહલ, લખ્યું- આ વર્ષનું સૌથી મજેદાર પ્રદર્શન

ભારતના સ્ટાર લેગ સ્પિનર હાલમાં જ મંગેતર ધનાશ્રી વર્મા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આ કપલ હાલ તો દુબઈમાં હનીમૂન મનાવી રહ્યું છે. ચહલ અને ધનાશ્રીએ 22 ડિસેમ્બરના ગુરુગ્રામમાં લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. ચહલ લગાતાર લગ્નથી જોડાયેલી તસ્વીરે શેર કરી રહ્યો છે. હાલમાં જ તેને સંગીત સમારોહની તસ્વીર શેર કરી હતી જેમાં તે પત્ની સાથે થિરકતો નજરે આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

ચહલ ધનાશ્રી સાથે તેની તસ્વીર પોસ્ટ કરતા લખ્યું હતું કે, વર્ષનું સૌથી મજેદાર અને શક્તિશાળી પ્રદર્શન.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

યૂઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માની સંગતિ સેરેમનીમાં શિખર ધવન પણ પહોંચ્યો હતો. શિખર અને ચહલ પણ થીરકતા નજરે આવી રહ્યા છે.

અન્ય એક તસ્વીરમાં જોઈ શકાય છે કે, શિખર ધવન ચહલની સંગીત સેરેમનીમાં આનંદ માણતો નજરે ચડે છે.

ધનાશ્રી વર્મા પણ એક શેર કરેલી તસ્વીરમાં ખુશમિજાજ જોવા મળે છે. ધનાશ્રી આ તસ્વીરમાં ક્રીમ આઉટિફટમાં નજરે ચડે છે.


યૂઝવેન્દ્ર ચહલ હાલ ધનાશ્રી સાથે દુબઈમાં હનીમૂન મનાવી રહ્યો છે. આ કપલે તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસ્વીર શેર કરી હતી. જેમાં બંને એકબીજા સાથે રોમેન્ટિક થતા નજરે આવી રહ્યા છે. આ તસ્વીર જમવાના ટેબલની છે. અન્ય એક તસ્વીર ચહલે શેર કરી છે. આ તસ્વીર શેર કરતા પૂછ્યું હતું કે, ફૂડ,ફૂડ, ફૂડ…ધનાશ્રી સાચી પત્ની છે ?