ખેલ જગત મનોરંજન

ક્રિકેટર ચહલે પોતાની થવાવાળી પત્નીના જન્મ દિવસ ઉપર લખી ખુબ જ રોમેન્ટિક પોસ્ટ, અભિવ્યક્ત કરી દિલની વાત

સુંદર ફિયાન્સ માટે ચહલ કહી દિલની વાત, રસપ્રદ લેખ

હાલમાં આઇપીએલનો માહોલ જામી રહ્યો છે અને દેશમાં જ નહિ દુનિયાભરના ક્રિકેટ રસિયાઓ તેનો આનંદ માણી રહ્યા છે. આ બધા વચ્ચે જ ક્રિકેટરોની અંગત લાઈફને લઈને પણ ઘણા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

ભારતીય ટીમના યુવા ક્રિકેટર સ્પિનર યજુવેન્દ્ર ચહલ પણ આજકાલ સોશિયલ મીડિયા ખુબ જ છવાયેલો રહે છે. ખાસ તેની સગાઈ બાદ તે વધારે ચર્ચામાં આવી રહ્યો છે. અને હવે પોતાની મંગેતરના જન્મ દિવસે ફરી એકવાર પોતાના દિલની વાત કહેતો ચહલ જોવા મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

આજે ચહલની મંગેતર ધનશ્રીનો જન્મ દિવસ છે. તે આજે પોતાનો 24મોં જન્મ દિવસ મનાવી રહી છે. 27 સપ્ટેમ્બર 1996ના રોજ યુએઈમાં જન્મેલી ધનશ્રીના જન્મ દિવસ ઉપર ચહલે તેના માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. જેમાં તે પોતાના દિલની વાત ચાહકો સાથે શેર કરી રહ્યો છે. જો કે ચહલ આ ખાસ પ્રસંગે ધનશ્રી પાસે નથી, કારણ કે તે હાલમાં આઇપીએલ રમી રહ્યો છે, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે જન્મ દિવસ ઉજવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

ચહલે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરતા લખ્યું છે કે: “હેપ્પી બર્થ ડે લવ.. ભગવાન કરે તારા માટે આ ખાસ દિવસ પ્રેમ અને ખુશીઓ ભરેલો રહે. તેને ખુબ જ એન્જોય કરો… હું હંમેશા કહું છું કે જેનાથી તું ખુશ થાય છે તે વસ્તુઓ મને પણ ખુશ કરે દે છે. આઈ લવ યુ…” ચહલે આ પોસ્ટની સાથે કેક અને લવ ઈમોજી પણ શેર કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ 8 ઓગસ્ટના રોજ પોતાની સગાઈની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા હતા. ચહલે ઇન્સ્ટાગ્રામ ઉપર તસવીરો શેર કરીને આ વાત જણાવી હતી. ચહલની મંગેતર ધનશ્રી ડોક્ટર અને યુટ્યુબર છે. સોશિયલ મીડિયામાં પણ તે ખુબ જ એક્ટિવ રહે છે. ચહલ સાથે કોલાબા કરીને તે ફની વિડીયો પણ શેર કરે છે. આ ઉપરાંત પોતાના યુટ્યુબ ઉપર તે ડાન્સ વિડીયો પણ પોસ્ટ કરે છે. તે એક કોરિયોગ્રાફર પણ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.