ધનશ્રીથી અલગ થયા પછી RJ મહવશને ડેટ કરી રહ્યો છે યુઝવેન્દ્ર ચહલ ? બંનેની તસવીરો થઇ વાયરલ

ધનશ્રી વર્માથી અલગ થવાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે…કેમ કે હજુ તો હમણાં જ તેને એક મિસ્ટ્રી ગર્લ સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો અને તે ગર્લ કેમેરા જોઇ તેનો ચહેરો છૂપાવતી જોવા મળી હતી. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચહલ સાથે જે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી તે આરજે મહવશ છે. ત્યારે હાલમાં જ યુઝીના આરજે મહવશ સાથે ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે કેટલાક મિત્રો સાથે ક્રિસમસ લંચ લેતો અને ક્વોલિટી સમય વિતાવતો જોવા મળે છે.

આરજેએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીર શેર કરી, પરંતુ પોસ્ટ પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું. પોતાની પોસ્ટના કેપ્શનમાં મહવશે ચહલને તેનો પરિવાર ગણાવ્યો અને લખ્યું, “ક્રિસમસ લંચ પરિવાર સાથે”… ત્યારે હવે નેટીઝન્સ વિચારી રહ્યા છે કે શું મહવશ જ એ મિસ્ટ્રી ગર્લ હતી, જેની સાથે ચહલ તાજેતરમાં સ્પોટ થયો હતો. યુઝવેન્દ્ર ચહલ તાજેતરમાં મુંબઈમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો.

ધ ન્યૂ ઇન્ડિયન દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં ચહલ એક મિસ્ટ્રી ગર્લ સાથે એક હોટલમાં જોવા મળ્યો હતો. ક્રિકેટરે બેગી લાઇટ બ્લુ જીન્સ સાથે કેઝ્યુઅલ વ્હાઇટ ઓવરસાઇઝ ટી-શર્ટ પહેર્યું હતું. એટલું જ નહીં, મનોરંજન પોર્ટલે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે ચહલને હોટલમાં તેની સાથે જોવામાં આવ્યો હતો, ત્યારે તે પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો. આ બધું એવા સમયે થયું છે જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાની ખબરો ચાલી રહી છે.

છૂટાછેડાની ખબરો ત્યારે શરૂ થઇ જ્યારે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા અને યુઝવેન્દ્રએ પોતાના એકાઉન્ટમાંથી ધનશ્રી સાથેની તસવીરો ડિલીટ કરી દીધી. જો કે ધનશ્રીએ હજુ પણ ચહલની તસવીરો ડિલીટ નથી કરી. હાલમાં તો ચહલ અને આરજે વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાહેર થયું નથી, પરંતુ તેમની વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા જેનો અંદાજ તેમના ફોટોઝ પરથી લગાવી શકાય છે.

જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલની આ મિત્ર એટલ કે આરજે મહવશ ખૂબ જ સુંદર અને ક્યૂટ છે. તે ખૂબ જ લોકપ્રિય અને ફેમસ રેડિયો જોકી છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકોની કોઈ કમી નથી. મહવશ અભિનય પણ કરે છે અને ‘સેક્શન 108’ નામની ફિલ્મનું નિર્માણ પણ કરી ચૂકી છે. તે અનંત અંબાણીના લગ્નના રિસેપ્શનમાં પણ જોવા મળી હતી.ટૂંક સમયમાં તે એમેઝોન પ્રાઇમ પર એક શોમાં પણ જોવા મળશે.

જણાવી દઇએ કે, મહવશે તેના અને ચહલના ડેટિંગ રૂમર્સ વચ્ચે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શેર કરી કહ્યું કે આ અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી છે. તેણે લખ્યું, ઇન્ટરનેટ પર કેટલાક આર્ટિકલ્સ અને અફવાઓ ફરી રહી છે અને તે જોઈને ખરેખર રમુજી લાગે છે કે તે કેટલા પાયાવિહોણા છે. જો તમે કોઈ વ્યક્તિ સાથે જોવા મળો તો એનો અર્થ એ છે કે તમે તેને ડેટ કરી રહ્યા છો? માફ કરશો પણ આ ક્યુ વર્ષ છે ? તમે કેટલા લોકોને ડેટ કરી રહ્યા છો? હું 2-3 દિવસ સુધી શાંત હતી પણ હવે હું નથી ઇચ્છતી કે કોઈ પીઆર ટીમ મારી છબી ખરાબ કરવા માટે ઉપયોગમાં લેવાય. લોકોએ મુશ્કેલ સમયમાં પોતાના મિત્રો અને પરિવાર સાથે શાંતિથી રહેવાની તક મળવી જોઈએ.

Shah Jina