‘વિરાટનો સમય ગયો હવે…’ આ ક્રિકેટરે કિંગ કોહલી વિશે કરી દીધી એવી વાત કે…ચાહકોને લાગશે મરચાં

‘વર્લ્ડ ક્રિકેટમાં તેનો સમય ચાલ્યો ગયો…’, વિરાટ કોહલીના ભવિષ્યને લઇને પૂર્વ ઇંગ્લિશ દિગ્ગજના નિવેદને મચાવી હલચલ

ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ક્રીઝ પર ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી પાંચ મેચની ટેસ્ટ સીરીઝ દરમિયાન કોહલી સતત ઓફ-સ્ટમ્પની બહાર બોલ ફેંકતી વખતે સંયમ ગુમાવતો જોવા મળ્યો અને વારંવાર પોતાની વિકેટ ગુમાવતો હતો. વર્તમાન મહાન બેટ્સમેનની આ કમજોરી જોઈ ભૂતપૂર્વ ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં કોહલીના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા કર્યા.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે કોહલીની ટેસ્ટ કારકિર્દી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેનું માનવું છે કે કોહલીનું શ્રેષ્ઠ પ્રદર્શન હવે પૂરું થઈ ગયું છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં સદી ફટકારી હતી પરંતુ ત્યારથી તે દરેક ઇનિંગમાં લગભગ એક જ રીતે પેવેલિયન પાછો ફર્યો.

ઓસ્ટ્રેલિયન બોલરોએ તેની નબળાઈ ઓળખી લીધી. તે સતત એક જ લાઇન અને લેન્થ પર બોલિંગ કરી રહ્યો હતો. કોહલી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર થોડો સમય ધીરજ રાખતો પરંતુ પછી તેની ધીરજનો અંત આવતો અને તે બહાર જતા બોલ રમવા માટે બેટ સ્વિંગ કરતો હતો. ડેવિડ લિયોને કહ્યું, “વિરાટ કોહલી જાણે છે કે તેનું બેસ્ટ નીકળી ગયુ છે અને તેનાથી તેને દુખ થશે. જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ આવશે, તમે જાણો છો તે ક્યાં હશે.

બધાની નજર ઓફ સ્ટમ્પ બાર અને સ્લિપ વાળા ખેલાડીઓ પર રહેશે. 36 વર્ષની ઉંમરમાં તેના મનમાં આ વિચાર હોવો જોઈએ, તે જાણે છે કે તેણે શું કરવું જોઈએ. તે આપણે જોયેલા મહાન બેટ્સમેનોમાંનો એક છે, પરંતુ તેણે પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. કોચ ગૌતમ ગંભીરની ભૂમિકા ખૂબ મોટી હશે કારણ કે તે ડ્રેસિંગ રૂમમાં રહ્યા છે. તેણે સમય બગાડ્યો છે. તેનો સમય ખત્મ થઇ ગયો.

Shah Jina