સોના-ચાંદીનાં વેપારીનું 16 સેકન્ડમાં કાર્ડિયાક અરેસ્ટથી મોત, વીડિયો જોઇ રૂંવાડા ઊભા થઇ જશે

દુકાનમાં બેઠા-બેઠા મોત, કાસગંજ સોના-ચાંદીના વેપારીને આવ્યો હાર્ટ એટેક, CCTVમાં કેદ થઇ ઘટના

16 સેકન્ડમાં સોના-ચાંદીના વેપારીનુંં મોત, વીડિયો : કાસગંજમાં દુકાનમાં બેઠા-બેઠા આવ્યો કાર્ડિયાક અરેસ્ટ, કોઇ બીમારી નહોતી

તાજેતરમાં યુપીના કાસગંજમાં, એક ઝવેરી જ્યારે દુકાનમાં બેઠા હતા ત્યારે અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા, જેનો વીડિયો પણ દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ ગયો. વેપારીના મૃત્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે 16 સેકન્ડમાં જ વેપારીનું મોત થયુ હતુ. મૃતકનું નામ અભિષેક મહેશ્વરી હોવાનું સામે આવ્યુ છે.

મૃતકે 10 મિનિટ પહેલા દુકાનમાં ચા અને બિસ્કિટ ખાધા હતા. તેમને કોઈ બીમારી પમ નહોતી. બિલરામ ગેટ ખાતે આવેલી જ્વેલરી દુકાનના માલિક અભિષેકનું 9 જાન્યુઆરીએ અવસાન થયું હતુ. જેનો વીડિયો ગુરુવારે જ સામે આવ્યો. દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે અભિષેક ખુરશીમાં બેઠા હતા અને આદરમિયાન એકાએક તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો, જેને કારણે તેમણે હાથ છાતી પર રાખ્યો અને પછી કાઉન્ટર પર માથું મૂક્યું.

જો કે આ પછી તે બેભાન થઈ ગયા. આશ્ચર્યજનક વાત એ છે કે હુમલાના માત્ર 16 સેકન્ડમાં જ તેમનું મોત નીપજ્યું હતુ. ઘટના સમયે દુકાનમાં હાજર લોકોએ અભિષેકને બચાવવાનો પ્રયાસ કર્યો અને તરત CPR આપવાનો પણ પ્રયાસ કર્યો. જો કે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા.

Shah Jina