બાળકો વામિકા અને અકાયને લઇને વિરાટ-અનુષ્કા પહોંચ્યા પ્રેમાનંદજી મહારાજના શરણે, વાતચીતનો વીડિયો થયો વાયરલ
ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરી છે. ત્યાં સ્ટાર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભારત પહોંચ્યા પછી સૌપ્રથમ વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ પાસે ગયા અને તેમના આશીર્વાદ લીધા. આ દરમિયાનનો વિરાટ-અનુષ્કાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ-અનુષ્કા પ્રેમાનંદ મહારાજ સમક્ષ નમન કરતા જોવા મળે છે.
વિરાટ-અનુષ્કા તેમના બે બાળકો વામિકા અને અકાય સાથે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. અહીં, વિરાટ ઘૂંટણિયે નમ્યો જ્યારે અનુષ્કા શર્માએ પ્રેમાનંદ મહારાજને દંડવત નમન કર્યા. જણાવી દઈએ કે, લોકો દૂર-દૂરથી લોકપ્રિય સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા અને તેમની સલાહનું પાલન કરવા માટે આવે છે. આ બીજી વાર છે જ્યારે વિરાટ-અનુષ્કા પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
પ્રેમાનંદ મહારાજે કપલને તેમની તબિયત વિશે પૂછ્યું, જેના જવાબમાં અનુષ્કાએ કહ્યું, ગઈ વખતે મારા મનમાં કેટલાક પ્રશ્નો હતા પણ હું પૂછી શકી નહીં કારણ કે લગભગ બધાએ એક જ પ્રશ્ન પૂછ્યો હતો. બીજા દિવસે જ્યારે તમારો વીડિયો જોયો ત્યારે ઘણા લોકોએ ફરીથી એ જ પ્રશ્ન પૂછ્યો. અનુષ્કાએ કહ્યુ- હું તમારો પ્રેમ અને ભક્તિ માંગવા આવી છું.
પ્રેમાનંદ મહારાજે દંપતીની પ્રશંસા કરતા કહ્યું, ‘તમે બંને ખૂબ જ બહાદુર છો, આટલા સફળ થયા પછી કોઈ માટે ભક્તિ તરફ વળવું એટલું સરળ નથી, મારું માનવું છે કે ભક્તિનો તમારા પર ખાસ પ્રભાવ પડશે, નામ જપતા રહો, ખુશ રહો, પ્રેમ અને આનંદથી જીવો. જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી જ્યારે આ સ્ટાર કપલે કોઈ બાબાનો આશરો લીધો હોય,
આ પહેલા વિરાટ-અનુષ્કાએ પણ બાબા નીમ કરોલીના આશીર્વાદ લીધા હતા. વિરાટ અને અનુષ્કાએ વર્ષ 2023માં દીકરી વામિકા સાથે વૃંદાવનની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ સ્વામી પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં ગયા અને રાધા રાણીના દર્શન કર્યા. મહારાજે તેમને આશીર્વાદ આપતાં રાધા રાણીની માળા અને ચુંદડી ભેટમાં આપી.
View this post on Instagram