યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રી વર્માએ એક મહત્વપૂર્ણ પોસ્ટ શેર કરી છે. ધનશ્રી હાલમાં તેના પિયર ગઈ છે અને આનો પુરાવો તેણે પોતે સોશિયલ મીડિયા પર આપ્યો છે. ધનશ્રીએ સોશિયલ મીડિયા પર તેની માતા સાથે બે તસવીરો શેર કરી છે. જો કે, તેણે આ પોસ્ટમાં છૂટાછેડા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ધનશ્રી વર્માએ ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી, જેમાં તે તેની માતા સાથે જોવા મળી રહી છે. ધનશ્રીએ કેપ્શનમાં ફક્ત ઇમોજી બનાવ્યુ છે. તેની આ પોસ્ટ પર અનેક પ્રકારની કમેન્ટ્સ આવી રહી છે. ધનશ્રી હાલમાં ચહલ સાથે નથી અને આનો તેણે પોતે આ પોસ્ટ દ્વારા પુરાવો આપ્યો છે. આ દિવસોમાં તે તેની માતા સાથે છે.
ધનશ્રી અને ચહલ વિશે વાત કરીએ તો બંનેના લગ્ન કોરોના સમયે થયા હતા, અને બંનેને ચાર વર્ષ જેટલુ થયુ છે. બંનેએ એકબીદજાને ઇન્સ્ટાગ્રામ પર ઓનફોલો કરી દીધા છે અને ચહલે ધનશ્રી સાથેના ઘણા ફોટા પણ ડિલીટ કરી દીધા છે. બંને વચ્ચે અંતર કેમ વધ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.