ઉદ્યોગપતિની દીકરીની જાજરમાન રિંગ સેરેમનીઃ રાજકોટના ઈશ્વરિયામાં શીશ મહેલ ઉભો કરાયો, ડિનરમાં મહેમાનોને 400થી વધુ વાનગી પીરસાઈ
હાલ તો લગ્નની સિઝનની ધૂમ ઓછી થઇ ગઇ છે, કારણ કે ગુજરાતમાં કમુરતા ચાલી રહ્યા છે. જો કે NRI સહિત ઘણા લોકોના હાલમાં લગ્ન ચાલી રહ્યા છે.આ વચ્ચે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા બિઝનેસમેન મૌલેશભાઇ ઉકાણીના ઘરે દીકરી રાધાનો લગ્ન પ્રસંગ યોજાવાનો છે, જેની સગાઇવિધિ નાથદ્વારા સ્થિત મોતી મહેલમાં યોજાઇ હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

બાદમાં રિંગ સેરેમની રાજકોટમાં ઈશ્વરિયા ગામે પોતાના દ્વારકાધીશ ફાર્મ ખાતે તૈયાર કરાયેલ ખાસ યુરોપિયન થીમમાં યોજવામાં આવી હતી. 11 જાન્યુઆરી શનિવારના રોજ રાધાની રિંગ સેરેમની ખાસ યુરોપિયન થીમ પ્રમાણે યોજાઇ હતી. પહેલા તો એન્ટ્રન્સમાં આકર્ષક એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો હતો, જે ઇગ્નુ આકારનો અને આખો કાચથી મઢેલો હતો.

જેમાં લાઇટિંગ સાથે એન્ટ્રી પોઈન્ટમાં ફોરેનમાં હોય તેવો ફાઉન્ટેન મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત 30થી 35 ફૂટ લાંબું આકર્ષક ઝુમ્મર પણ હતું. સેરેમનીમાં આવતાં બાળકોના આનંદ માટે ખાસ સર્કસમાં હોય તેવા અલગ અલગ જોકર સ્વાગત કરી રહ્યા હતા, એન્ટ્રી ગેટમાં ખાસ 5 યુરોપિયન મ્યુઝિશિયન દ્વારા મધુર સંગીત વગાડવામાં આવતું હતું.

ડિનર સિટિંગની વાત કરીએ તો આકર્ષક ડેકોરેશન સાથે ઇગ્નુ આકારમાં નીચે ફૂટ સ્ટેજ પર LED સ્ક્રીન અને તેમાં વિવિધ ડિઝાઇન સાથે સ્ટેજ તૈયાર કરાયો હતો અને 400 જેટલી વાનગીઓ મહેમાનોને પીરસવામાં આવી હતી. મુખ્ય સ્ટેજને ખૂબ વિશાળ અને આકર્ષક બનાવવામાં આવ્યો હતો. ઇન્ડિયન અને યુરોપિયન મ્યુઝિશિયન દ્વારા ત્યાં પણ સંગીતના સૂર લહેરાવામાં આવી રહ્યા હતા.

રિંગ સેરેમની બાદ હવે લગ્ન સેરેમની દુબઈ ખાતે આબુધાબીના એમિરેટ્સ પેલેસમાં યોજાવાની છે. જાણિતા બિઝનેસમેન મૌલેષભાઇ ઉકાણીની દીકરી રાધાના લગ્ન રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ ફિલ્ડમાર્શલ ગ્રુપના નીતિનભાઈ પોપટભાઈ પટેલના પુત્ર રિશી સાથે નક્કી થયા છે. રાધા અને રિશીનું સગપણ બંને પરિવાર દ્વારા દ્વારકા ખાતે દ્વારકાધીશની સાક્ષીએ નક્કી કરવામાં આવ્યું હતું.

આ પછી ચૂંદડી ઓઢાડવાની વિધિ નાથદ્વારા ખાતે રાજસ્થાનના મોતી મહેલ ખાતે રાખવામાં આવી હતી, જ્યાં ભારત અને એશિયાના ધનિક બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણીના પુત્ર અનંત અને વહુ રાધિકાની સગાઈ રાખવામાં આવી હતી. લગ્નના પ્રસંગો પૂર્વે પ્રભુની સાક્ષાત્ હાજરી અને આશીર્વાદ મેળવવા રાધાની ઈચ્છા પૂર્ણ કરી ત્રણ દિવસીય શ્રીનાથજી ધજા આરોહણ ઉત્સવ યોજવામાં આવ્યો અને બીજો સંકલ્પ પણ કરવામાં આવ્યો.

આ સંકલ્પની અંદર એક પિતાની જવાબદારી નિભાવી પુત્રીની સાથે સાથે પ્રકૃતિની પણ જાળવણી કરવા મૌલેશભાઇએ સંકલ્પ કર્યો છે. તેઓ છોડમાં પણ રણછોડનો ભાવ પ્રગટ કરી દીકરીના લગ્ન પ્રસંગમાં આવનાર 5000 મહેમાનોના નામે વૃક્ષનું જતન કરવા જઈ રહ્યા છે.
View this post on Instagram