દિલધડક સ્ટોરી મનોરંજન

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નમાં આ બૉલીવુડ સુપરસ્ટારે પીરસ્યું હતું ભોજન, જાણો શા માટે

એવું તો શું કારણ હશે કે ગુજરાતી મુકેશ અંબાણીની ઘરે આ અબજોપતિ હીરો-હિરોઈને ખાવાનું પીરસ્યું? દંગ રહી જશો: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા-દાદી બની ચુક્યા છે. મુકેશજીના દીકરા આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતાએ ક્યૂટ દીકરાને જન્મ આપ્યો હતો અને તેનું નામ પૃથ્વી આકાશ અંબાણી રાખવામાં આવ્યું છે. મુકેશજીએ પોતાના દીકરા અને દીકરી ઈશા અંબાણીના લગ્નમાં કોઈ ખામી રાખી ન હતી.

Image Source

ઈશાના લગ્ન આનંદ પીરામીલ સાથે થયા છે. લગ્નમાં બોલીવુડના દિગ્ગજ લોકોએ હાજરી આપી હતી. આ નિમિતે અભિનેતા શાહરુખ ખાન, આમિર ખાન, ઐશ્વર્યા રાય, અમિતાભ-અભિષેક બચ્ચન મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરતા જોવા મળ્યા હતા અને પોતાના હાથે ભોજન પીરસ્યું હતું.

Image Source

આ કલાકારોએ દુલ્હન પક્ષના હોવાની પુરેપુરી ફરજ નિભાવી હતી.સૌથી પહેલા અમિતાભ બચ્ચન અને આમિર ખાનનો વિડીયો સામે આવ્યો હતો જેમાં તેઓ જાન પક્ષના મહેમાનોને ભોજન પીરસી રહયા હતા.

Image Source

આ સિવાય શાહરુખ ખાન, ઐશ્વર્યા-અભિષેક બચ્ચનની તસ્વીરો પણ સામે આવી હતી જેમાં તેઓ મહેમાનોને ભોજન પીરસી રહ્યા હતા. તે સમયે આ વિડીયો પણ ખુબ ચર્ચાનો વિષય બન્યો હતો.

Image Source

તે સમયે દર્શકોએ અભિષેક બચ્ચનને ટ્રોલ કરતા પુછ્યું હતું કે તમે લોકો તો મુકેશ અંબાણીની દીકરીના લગ્નમાં ભોજન પીરસી રહ્યા છો. આવું કેમ? જેનો  જવાબ આપતા અભિષેકે કહ્યું હતું કે જાન પક્ષના લોકોને જમવાનું પિરસવુ ગુજરાતી લગ્નના રિવાજોમાં ખાસ માનવામાં આવે છે. આ રિવાજને ‘સજ્જન ઘોટ’ કહેવામાં આવે છે જેમાં દુલ્હન પક્ષના લોકો જાન પક્ષના મહેમાનોને પોતાના હાથે જમવાનું પીરસે છે”.