મનોરંજન

પોતાના પિતાના લગ્નમાં શામેલ થયા હતા બોલીવુડના સિતારાઓ, નંબર 2 તો 2 વાર બની ચુક્યો છે પિતાના લગ્નમાં બારાતી

બોલીવુડ ના આ 5 સિતારા પોતાના બાપ ના લગ્ન માં હાજર હતા, એક તો…

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે એક કરતા વધારે લગ્ન કર્યાં છે અને પોતાનું જીવન સારી રીતે પસાર કરી રહ્યા છે. તેમાંના ઘણા એવા છે જેમણે સંતાન કર્યા પછી બીજા કે ત્રીજા લગ્ન કરીને પોતાના જીવનને અલગ જ મોડ આપ્યો હતો.

પરંતુ સ્ટારકિડ વિષે જણાવીશું જેને તેના પિતાના લગ્નમાં આ સિતારાઓએ ઘણી મસ્તી કરી હતી. ફિલ્મી સિતારાઓની વાત અલગ છે. ફિલ્મી સીતારાઓનું કહેવું છે કે, લગ્ન અને પ્રેમ તેની સાથે જ કરવો જોઈએ જેની સાથે આપણું દિલ મળે છે.

પ્રેમ બહુ જ ખુબસુરત અહેસાસ છે. તેને સાચા સમયે સાચા માણસ સાથે કરવો જોઈએ। ચાલો આજે અમે તમને જણાવીશું એવા બાળકો વિષે જે તેના પેરેન્ટ્સના લગ્નમાં નાચ્યાં હતા.

Image source

સની દેઓલ

બોલીવુડનો સૌથી શક્તિશાળી એક્ટર સન્ની દેઓલ તેના પિતા ધર્મેન્દ્રને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ જ્યારે તેના પિતાએ તેની સામે બીજી વાર હેમા માલિની સાથે લગ્ન કર્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું. ધર્મેન્દ્રએ પહેલા પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા અને તેમના 4 બાળકો પણ હતા. પરંતુ બાદમાં હેમા ઉપર દિલ આવી જતા તેની સાથે લગ્ન કર્યા હતા અને તેના ઘરે જ રહેતા હતા.

Image source

એડમ બેદી

અભિનેતા કબીર બેદીનો પુત્ર આદમ બેદી તેના પિતાના લગ્નમાં બે વાર જોડાયો હતો. તેના પિતાના ચાર લગ્ન છે અને ચોથી પત્ની તેની ઉંમર અડધાથી વધુ છે. એડમ બેદી પહેલો એવો એક્ટર છે જેણે બે વાર તેના પિતાના લગ્નમાં હાજરી આપી હતી.

Image source

સારા અલી ખાન

બોલિવૂડની સૌથી ચર્ચિત એક્ટ્રેસ સારા અલી ખાન તેની ફિલ્મો માટે ચર્ચામાં રહે છે. સારાના પિતા સૈફ અલી ખાને અગાઉ એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા, જે સારાની માતા છે. પરંતુ તેણે તેને 2005 માં છૂટાછેડા લીધા હતા અને 2012 માં કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. સૈફના બંને બાળકો સારા અને ઇબ્રાહિમ કરીના અને સૈફના લગ્નમાં શામેલ થયા હતા.

Image source

અર્જુન કપૂર

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરના પિતા બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કર્યા. તે સમયે તેની પહેલી પત્ની અને બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર શામેલ થયા હતા. ત્યારથી જ અર્જુન કપૂરે શ્રીદેવીને નફરત કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ શ્રીદેવીના મૃત્યુ પછી અર્જુન કપૂરે તેની દીકરીઓને ભાઈનો પ્રેમ આપ્યો હતા.

Image source

સલમાન ખાન

બોલિવૂડના દબંગ સલમાન ખાન તેના પરિવાર સાથે ખૂબ પ્રેમ કરે છે. તેના પિતાએ સલમાનની માતા સલમા સાથે લગ્ન કર્યા હતા અને તેમને 4 બાળકો સલમાન ખાન, અરબાઝ ખાન, અલ્વીરા ખાન અને સોહેલ ખાન હતા. બાદમાં સલીમ ખાને અભિનેત્રી હેલેન સાથે પણ લગ્ન કર્યા હતા. આ સાથે તેમની બંને પત્નીઓ એક સાથે રહે છે.