મનોરંજન

બિલકુલ તેના માં-બાપ પર ગયા છે આ 12 સ્ટારકિડ, બાળપણના ફોટોમાં ઓળખવા પણ છે મુશ્કેલ

જો કોઈ સ્ટાર કિડની વાત કરવામાં આવે તો તેનું તુલના હંમેશા તેના માતા-પિતા સાથે કરવામાં આવે છે. પછી તે વર્કફ્રન્ટની વાત હોય કે પછી તેના અંગત જીવનની હંમેશા તુલનાઓનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે સ્ટારકિડ હંમેશા તેના પેરેંટ્સને લઈને જ ચર્ચામાં રહે છે. આજકાલ સ્ટારથી વધુ સ્ટારકિડ સોશિયલ મીડિયા અથવા બીજી અનેક રીતે ચર્ચામાં રહે છે.

ઘણા સ્ટારકિડ તેના પેરેન્ટ્સની જેમ નોર્મલ જોવા મળે છે. પરંતુ ઘણા સુપરસ્ટાર પેરેન્ટ્સના કારણે ચર્ચામાં રહે છે. તેના પેરેન્ટ્સને પોપ્યુલર થવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. પરંતુ સ્ટારકિડ બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા જ સોશિયલ મીડિયાને કારણે ચર્ચામાં રહે છે.

વાત કરવામાં આવે તો સૈફ અલી ખાન અને કરીના કપૂરના લાડલા તૈમુરની વાત હોય કે પછી શાહરુખ ખાનના પુત્ર અબરામની વાત હોય.

આવો જાણીએ સ્ટારકિડ વિષે.

કરીના અને તૈમુર
સૈફ અલીખાન અને કરીના કપૂર ખાનના પુત્ર તૈમુર આજકાલ બોલીવુડનો સૌથી ફેમસ સ્ટારકિડ છે. તૈમુર એટલો ફેમસ છે કે તેની એક તસ્વીર માટે ફોટોગ્રાફર પડાપડી કરતા હોય છે. ઘણી વાર તૈમુરની તુલના કરીના કપૂર સાથે કરવામાં આવે છે. તૈમુર અને કરીનાની શકલ સરખી હોય છે. કરીના કપૂરના બાળપણની વાત કરવામાં આવે તો તે ઘણી હદ સુધી તૈમુર જેવી જ લાગે છે. કરીના બાળપણમાં જેટલી ક્યૂટ હતી તેટલો જ તૈમુર ક્યૂટ છે.

કાજોલ અને યુગ દેવગણ

કાજોલ એ અજય દેવગણનો પુત્ર યુગ 9 વર્ષનો છે. કાજોલ યુગની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. આ તસ્વીર અને વિડીયોનો જોઈને તેની ક્યુટનેસનો વિડીયો પરથી અંદાજો લગાવી શકાય છે. તો યુગની તસ્વીરની તુલના પણ શરૂ થઇ ગઈ છે. યુગની બાળપણની તસ્વીર જોઈને તો એમ લાગે કે, કાજલની કાર્બન કોપી છે.

અમૃતા સિંહ અને સારા અલી ખાન

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલીખાન ફક્ત તેની ખુબસુરતીના કારણે જ જાણવામાં આવે છે એવું નથી પરંતુ તેની સાદગીને લઈને પણ જાણવામાં આવે છે. સારાના લુકની તુલના તેની માતા અમૃતા સિંહ સાથે કરવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, સારા અમૃતા સિંહની કાર્બન કોપી છે. અમૃતા તેની યંગ એજમાં સારા જેવી જ દેખાય છે.

ટ્વીન્કલ ખન્ના અને નિતારા ખન્ના

અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્ના સામાન્ય રીતે તો તેની બાળકીને કેમરાથી બચાવીને રાખે છે. પરંતુ જયારે-જયારે તે બાળકીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે તેને બેહદ ક્યૂટ બાળકોના લિસ્ટમાં જગ્યા મળી જાય છે. અક્ષય અને ટ્વીન્કલની પુત્રી નતારા છે. તેની ઉંમર 7 વર્ષ છે. જો નતારાના લુકની વાત કરવામાં આવે તો તેની શકલ તેની માતા ટ્વીન્કલ ખન્ના સાથે મળે છે.બન્નેની બાળપણની તસ્વીર જોઈને ફર્ક જોવો મુશ્કેલ છે.

ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન
ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્ય બચ્ચન બોલીવુડના ફેવરિટ મધર-ડોટર છે. તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. તેમાં આરાધ્યા ઐશ્વર્યા જેવી જ દેખાય છે. ઐશ્વર્યની બાળપણની તુલના જો આરાધ્યા સાથે કરવામાં આવે તો બન્ને સરખા જ લાગે છે.

મિશા અને મીરા કપૂર
શાહિદ કપૂર અને મીરા રાજપૂતની પુત્રી મિશા કપૂર પણ મીરાની કાર્બન કોપી છે. બન્નેની તસ્વીર જોઈને ફેન્સના હોશ ઉડી જાય છે.

આર્યન ખાન, અબ્રામ, સુહાના ખાન અને શાહરુખ ખાન
સુપર સ્ટાર શાહરૂખખાન અને ગૌરી ખાનના બાળકો આર્યન ખાન, અબ્રામ , સુહાના ખાન શાહરુખ ખાનની કાર્બન કોપી લાગે છે.

જ્હાન્વી કપૂર અને શ્રીદેવી
શ્રીદેવી અને બોબી કપૂરની પુત્રી જહાન્વી કપૂર શ્રીદેવીની કોપી લાગે છે. જ્હાન્વી કપૂરે બોલીવુડમાં ફિલ્મ ધડકથી ડેબ્યુ કર્યું હતું.

આઝાદ રાવ અને આમિર ખાન

આમિર ખાનનો પુત્ર આઝાદ રાવ પણ પિતા આમિર ખાનની કાર્બન કોપી છે. બન્નેના બાળપણની તસ્વીરમાં તો ઓળખવા પણ મુશ્કેલ છે.

ઇબ્રાહિમ ખાન અને સૈફ અલી ખાન
બૉલીવુડ એક્ટ્રેસ અમૃતા સિંહ અને સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન તેના પિતાની કોપી છે.

ફરહાન અખ્તર અને જાવેદ અખ્તર
જાવેદ અખ્તરની પુત્ર અને અભિનેતા ફરહાન અખ્તર બિલકુલ તેના પિતા જેવો જ નજરે આવે છે. ફરહાન અખ્તરનો ચહેરો જ નહીં પરંતુ સ્માઈલ પણ જાવેદ અખ્તર જેવી છે.

ટાઇગર શ્રોફ અને જેકી શ્રોફ
અભિનેતા ટાઇગર શ્રોફતેના પિતા જેકી શ્રોફ જેવી જ લાગે છે. જેકી શ્રોફે તેની કરિયરની શરૂઆતમાં ટાઇગર શ્રોફ જેવા જ લાગતા હતા.

કરિશ્મા અને બબીતા
એક્ટ્રેસ કરિશ્મા કપૂર ને જોઈને લાગે કે તે વીતેલા જમાનાની મશહૂર અભિનેત્રી બબીતાની કાર્બન કોપી છે. કરિશ્મા કપૂર તેની માતા બબીતા જેવી જ દેખાઈ છે.