કૌશલ બારડ જ્યોતિષ શાસ્ત્ર

લાભપાંચમે ખાલી આટલું કામ કરીને આખા વર્ષ માટે સમૃદ્ધિનું ભાતું બાંધી લેજો!

દિવાળીનું મહાપર્વ એક રીતે જોતા કારતક મહિનાની પાંચમના દિવસે પૂરું થાય છે. દિવાળીમાં બંધ થયેલાં ધંધાપાણી આ દિવસથી ફરી ખૂલે છે. વેપારીઓ ખેડૂતોનો માલ આ દિવસથી ખરીદવાનો શરૂ કરે છે. ધંધા-વેપારનું મુહૂર્ત કરવામાં આવે છે. આ તહેવાર એટલે લાભ પાંચમ! આપણે ગુજરાતમાં લાભ પાંચમનું જેવું મહત્ત્વ છે એવું ભારતમાં બીજે ક્યાંય નથી. મૂળે આપણો વેપારી More..

અજબગજબ કૌશલ બારડ જાણવા જેવું નારી વિશે

દરેક કન્યાને ખબર હોવી જોઈએ : ‘પાનેતર’ અને ‘ઘરચોળું’ કોને કહેવાય?

ચાર મહિનાનું ચોમાસું વીતે એટલે દિવાળીના નવા દિવસો આવતાવેંત લગ્નની મોસમનાં પણ આગમન થાય છે. અનેક કોડભરી કન્યાઓ અને આશાભર્યા વરરાજાઓ વિધાતાએ લખેલા લેખ મુજબ નવજીવનની રાહ ભરે છે. લગ્નની રસમમાં કન્યા માટે સૌથી મહત્ત્વના પોશાકરૂપે બે સાડીઓ હોય છે : પાનેતર અને ઘરચોળું. જાન માંડવે આવે ત્યારથી માંડીને જાન ઉઘલવા સુધી અને સાસરીમાં કંકુપગલાં More..

અજબગજબ કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

કેવી રીતે થઈ સોમનાથનાં બાણલિંગની સ્થાપના? સોમનાથની આ રોચક વાતો તમને નહી ખબર હોય!

ભારતના પશ્વિમી કાંઠે, ગુજરાતની ભૂમિ પર, સૌરાષ્ટ્ર પ્રાંતમાં અરબી સમુદ્રને કાંઠે આવેલ સોમનાથ મહાદેવનું ધામ જગતપ્રસિદ્ધ છે. ભગવાન શિવનાં ૧૨ શિવલિંગમાં પ્રથમ સ્થાન સોમનાથનું છે. આથી, ભારતમાં અને ભારત બહાર વસેલા હિન્દુઓ માટે સોમનાથ પરમ આસ્થાનું સ્થાનક છે. અહીઁ સોમનાથની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીમાં સોમનાથનો ઇતિહાસ કેવો રહ્યો, મંદિરની લાખેણી સંપત્તિ ઉપર કોનો-કોનો ડોળો મંડાયો; More..

કૌશલ બારડ ખબર

ફ્રાન્સથી ઉડેલાં ગગનરાજો વણથભ્યાં નગર, નવાનગર-જામનગરની ધરતી માથે ઉતર્યાં! ગૌરવની ક્ષણોની તસ્વીરો

લડાકુ ફાઇટર વિમાન રાફેલના વધુ ત્રણ નંગ ભારતીય સેનામાં સામેલ થઈ ચૂક્યા છે. ફ્રાન્સના ઇંસ્ત્રેસ એરબેઝથી ઉડાન ભરેલા ૩ રાફેલ વિમાનો એક દિવસની વણથંભી ખેપ કરીને ૪ નવેમ્બરની વહેલી રાતે જામનગરના એરબેઝ સુધી પહોંચ્યા અને આ ગગનરાજોનું હૂંફાળું સ્વાગત થયું! ક્યાંય પો’રો ખાવા રોકાયાં નહી!: ફ્રાન્સથી ઉડાન ભરીને જામનગર આવેલ ત્રણ રાફેલ ફાઇટર વિમાનો વચ્ચે More..

કૌશલ બારડ ખબર

નાઝિયા નસીમ : આ સિઝનની પ્રથમ કરોડપતિ મળી ગઈ છે!

સોની ટીવી પર આવતા અમિતાભ બચ્ચનના ‘કૌન બનેગા કરોડપતિ’ની હાલ ૧૨મી સિઝન ચાલી રહી છે. જો કે, આ વખતે આ શો ઘણો વિવાદમાં પણ રહ્યો છે. છતાં તેની લોકપ્રિયતા હજુ અકબંધ હોય તેવું લાગી રહ્યું છે. અહીઁ મહત્ત્વના સમાચાર એ છે, કે કેબીસીને ૧૨મી સિઝનની પ્રથમ કરોડપતિ મળી ગઈ છે! ઝારખંડની નાઝિયા નસીમ બની કરોડપતિ: More..

અજબગજબ કૌશલ બારડ

યોગી આદિત્યનાથની એવી ખાસ તસ્વીરો, જે આજ પહેલા તમે કદી નથી જોઈ! જોવા માટે ક્લીક કરો

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રસિદ્ધીની બાબતમાં અન્ય નેતાઓ કરતા ઘણા આગળ નીકળી ચૂક્યા છે. એકદમ ટૂંકા સમયમાં, રાષ્ટ્રીય સ્તરના આંગળીના વેઢે ગણાય તેવાં મોટા નામોમાં યોગીનો સમાવેશ કરવો જ પડે તેવી શાખ તેમણે બાંધી લીધી છે! ૨૦૧૭માં મુખ્યમંત્રી બન્યા બાદ મોટા રાજનીતિ વિશ્લેષ્કોને પણ મોંમાં આંગળાં મૂકાવે એવી તેમની ઇમેજ બની ગઈ છે. ગુજરાતમાં પણ More..

અજબગજબ કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

કાલીમાતાનું સૌથી વિશાળ મંદિર, જ્યાં સતી પોતાનાં સૌથી ભયંકર રૂપમાં દર્શન આપે છે!

દક્ષ પ્રજાપતિની પુત્રી સતીનાં વિવાહ શિવ સાથે થયેલાં. દક્ષ પ્રજાપતિને જટાધારી, સ્મશાનમાં રહેનારા, ભૂતડાં સાથે વસનારા, ગળામાં નાગ ધારણ કરનારા અને શરીરને ભસ્મ ભૂંસનારા શિવ જેવા જમાઈ પસંદ ન હતા. આ દક્ષરાજાએ યજ્ઞ કર્યો ત્યારે શિવને આમંત્રણ ન આપ્યું. પણ બાપને ઘેર પ્રસંગ હોવાથી સતી તો ગયાં. દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કર્યું. સતીથી શિવનું અપમાન More..

કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

નવરાત્રીના દિવસોમાં માતાને ધરવામાં આવતા આ 9 ભોગ વિશે ખ્યાલ હોવો જરૂરી છે; અહીં જાણો આ ભોગથી થતી માતાની કૃપા વિશે

આ વર્ષે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ચાલનાર નવરાત્રી પર્વની શરૂઆત થઈ ચૂકી છે. નવરાત્રીનો માહોલ હોય અને પવિત્રતા, ઉત્સાહને માનવ સ્વભાવથી માંડીને ભૌતિક સમૃધ્ધિ ન જોવા મળે એવું તો બને નહી! નવદુર્ગાનાં નોરતાં જનમાનસને ખુશીથી ભરી દે છે. ભક્તો આ નવ દિવસ માતાજીની આરાધના કરવામાં વ્યતીત કરે છે. વિવિધ નોરતા પ્રમાણે માતાજીને અલગ-અલગ ભોગ More..