સુંદરતાથી લઇને સ્વાસ્થ્ય સુધી વરદાન સ્વરૂપ છે ગાજરનું જ્યુસ, જાણો બનાવવાની રીત અને તેના ફાયદાઓ

ગાજર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે તે વાત તો આપણે બધા જ જાણીએ છીએ, ગાજરનો હલવો અને સલાડમાં આપણે મોટાભાગે ગાજર ખાતા જ હોઈએ છીએ, પરંતુ આજે અમે તમને ગાજરના જ્યુસ વિશે જણાવીશું જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે બનાવવું પણ ખુબ જ સરળ છે અને તેના ફાયદાઓ જાણીને તમે પણ આજથી જ પીવા લાગશો.

ગાજરનું જ્યુસ બનાવવાની સામગ્રી:

  • 2 કપ પાણી
  • 2 ગાજર
  • એક ચમચી આદુ (બારીક કાપેલું)
  • એક મોટી ચમચી લીંબુનો રસ
  • એક નાની ચમચી કાળા મરી (ઈચ્છો તો જ)
  • એક નાની ચમચી જીરા પાઉડર (ઈચ્છો તો જ)
  • મીઠું સ્વાદ અનુસાર

ગાજરનું જ્યુસ બનાવવાની રેસિપી:

  • ગાજરને છોલી અને ધોઈ નાખવા ત્યારબાદ તેને કાપી લેવા
  • ત્યારબાદ એક મિક્સર જારમાં ગાજરના ટુકડા, આદુ, પાણી, લીંબુનો રસ, જીરા પાઉડર, કાળા મરી પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાખવું.
  • ત્યારબાદ જારને ઢાંકણ બંધ કરી અને ગ્રાઈન્ડર ઉપર રાખી સીગરેન્દર ચાલી કરવું અને એકદમ બારીક જ્યુસ બનાવી દેવું.
  • જયારે ગાજર સંપૂર્ણ રીતે ગ્રાઈન્ડ થઈને જ્યુસ બની જાય ત્યારે ગ્રાઈન્ડર બંધ કરી અને ગાજરના જ્યૂસને ગ્લાસની અંદર સર્વ કરી દેવું.

ગાજરના જ્યૂસના સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ:

  • શરીરમાં લોહીની માત્રામાં વધારો કરે છે.
  • પાચનશક્તિને મજબૂત બનાવે છે.
  • ચહેરા ઉપર બ્લેક સ્પોટ દૂર કરી નિખાર લાવે છે.
  • ગાજરનું જ્યુસ પીવાથી ત્વચા ઉપર ચમક આવે છે.
  • મોટાપો ઓછો કરવા માટે ગાજરનું જ્યુસ ખુબ જ ફાયદાકારક છે.
  • હૃદયના રોગીઓએ આ જ્યૂસનું નિયમિત સેવન કરવું જોઈએ.
  • આંખોના તેજ માટે પણ આ જ્યુસ ખુબ જ ફાયદાકારક છે.
  • રોજ ગાજરનું જ્યુસ પીવાના કારણે કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રણમાં રહે છે.
Niraj Patel