ખબર

દેશના રસ્તાની શાન રહી ચુકેલી એમ્બેસેડર ફરી પરત આવશે ભારત, નવો લૂક જોઈને રહી જશો દંગ

ક્યારેક ભારતના રસ્તાઓની શાન રહેલી એમ્બેસેડર કાર ફરી એકવાર ભારત પરત આવવાની તૈયારી કરી રહી છે. પરંતુ આ વખતે એમ્બેસેડર જુના નહિ પરંતુ એકદમ નવા રંગરૂપમાં જોવા મળશે. જે ભલભલી ગાડીઓને ટક્કર આપશે. ભારતની આઇકોનિક કાર એમ્બેસેડર ભારતમાં એકદમ નવા અંદાજ અને નવા લૂકમાં પરત ફરશે.

Image Source

ફ્રાન્સના PSA ગ્રુપે વર્ષ 2017માં Ambassadorની નેમપ્લેટ પરત હાસિલ કરી હતી અને હવે જલ્દી જ એને રિલોન્ચ કરવાની યોજના છે. ખબરો અનુસાર, એમ્બેસેડરને નવા અવતારમાં લોન્ચ કરવામાં આવશે અને તેનું ઇલેક્ટ્રિક વર્ઝન લાવવામાં આવશે. એમ્બેસેડરના આ વર્ઝનને ખાસ કરીને ભારતમાં જ લોન્ચ કરવામાં આવશે.

Image Source

ખબરો અનુસાર, એમ્બેસેડર બ્રાન્ડ અંતર્ગત કેટલીક ઇલેક્ટ્રિક કારોની આખી રેન્જ ઉતારવામાં આવશે, સાથે જ એક પ્રીમિયમ હેચબેક, કોમપેક્ટ એસયુવી કે ક્રોસઓવર પણ લોન્ચ કરવામાં આવી શકે છે. આ કારનું એન્જીન Citroenથી લાવવામાં આવશે. Citroenને 2021માં લોન્ચ કરવામાં આવશે.

Image Source

એમ્બેસેડર બ્રાન્ડને 2022 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ કંપની Peugeotની કારોની જેમ જ હશે. PSA Peugeot Citroen ગ્રુપે અધિકૃત રીતે ભારતમાં Citroen બ્રાન્ડની જાહેરાત કરી દીધી છે. આ દરમ્યાન કંપની એમ્બેસેડરને પણ ભારતમાં લોન્ચ કરવાની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

Image Source

Ambassador બ્રાન્ડેડ કારોની એક વિશેષ ઓનલાઇન વેચાણ રણનીતિનો ઉપયોગ કરીને વેચવામાં આવવાની સંભાવના છે. કંપની સૌથી પહેલા એક કોમપેક્ટ એસયુવી કે ક્રોસઓવર સ્ટાઇલ કારણે લોન્ચ કરી શકે છે અને પછી કંપની હેચબેક લોન્ચ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, Ambassador બ્રાન્ડનો ઉપયોગ ફક્ત ભારતમાં વેચવાવાળી ઇલેક્ટ્રિક ગાડીઓ માટે કરવામાં આવશે.

Image Source

હિન્દુસ્તાન મોટર્સે PSA સાથે જાન્યુઆરી 2017માં જોઈન્ટ વેન્ચર કર્યું હતું. PSAએ Ambassador બ્રાન્ડ 80 કરોડ રૂપિયામાં ખરીદી હતી. બંને કંપનીઓએ મળીને વાહન અને એન્જીનના મેનુફેક્ચરિંગ માટે તમિલનાડુમાં સેટઅપ પણ કર્યું છે. હિન્દુસ્તાન મોટર્સે કહ્યું હતું કે એમ્બેસેડર એક આઇકોનિક બ્રાન્ડ છે અને અમારા માટે બહુમૂલ્ય છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.