કોરોના વાયરસના કારણે દુનિયામાં ઘણું બધું અટકી ગયું છે, મોટા મોટા કાર્યક્રમોથી લઈને ફિલ્મોની શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન ફ્રાન્સમાં થવા વાળા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને પણ રદ કરી દેવામાં આવ્યો છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આ 73મુ વર્ષ હતું અને તે મે મહિનામાં 13 મેથી શરૂ થઈને 23 મે સુધી યોજાવવાનો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભાગ લે છે જેમાં ટીવી અભિનેત્રી હિના ખાન પણ ગયા વર્ષે રેડ કાર્પેટ ઉપર નજર આવી ચુકી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની અંદર રેડ કાર્પેટ ઉપર ઐશ્વર્યા રાય, કૈટરીના કૈફ, સોનમ કપૂર થી લઈને દીપિકા પાદુકોણ પણ નજર આવી ચુકી છે. આજે અમે તમને આ ફેસ્ટિવલથી જોડાયેલા તેમના પહેલા લુકને બતાવવા જઈ રહ્યા છીએ.

ઐશ્વર્યા રાયે વર્ષ 2003માં કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો આ પ્રસંગે તે લહેંગો પહેરેલી જોવા મળી હતી. તેને ગુલાબી રંગનું ટોપ સાથે ગોલ્ડન મળતી કલર લહેંગો પહેર્યો હતો. ગુલાબી ગાલ, ભારે ઈયરિંગ્સ અને ડાયમંડ નેકલેસ સાથે તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

અભિનેત્રી સોનમ કપૂર પણ વર્ષ 2011માં કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ ઉપર નજર આવી હતી. તેને આ ફેસ્ટિવલમાં સફેદ રંગનું ગાઉન પહેર્યું હતું.

વર્ષ 2015માં અભિનેત્રી કૈટરીના કેફ પણ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ ઉપર જોવા મળી હતી, તેને લાલ રંગનું ગાઉન પહેર્યું હતું.

અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ વર્ષ 2017માં પહેલીવાર કાન્સના રેડ કાર્પેટ ઉપર જોવા મળી હતી, તે સફેદ રંગની સાડી પહેરી હતી.

તો વર્ષ 2018માં અભિનેત્રી કંગના રનૌત કાન્સ ફેસ્ટિવલમાં જોડાઈ હતી. આ પ્રસંગે તેને સિલ્વર રંગનો ખુબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો.

વર્ષ 2019ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા પહેલીવાર નજર આવી હતી. આ પ્રસંગે તેને સોલ્ડર લગ્ક્ત બ્લેક કલરનું ગાઉન પહેર્યું હતું.

બ્લેક લીવલીએ વર્ષ 2014માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું હતું. આ પ્રસંગે તે બ્રાઉન રંગના લગ્ક્ત ગાઉનમાં જોવા મળી હતી.

પ્રખ્યાત મોડેલ બેલા હૈદદી 2015માં પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. આ પ્રસંગે તેને સિલ્વર રંગનું બોલ્ડ ગાઉન પહેર્યું હતું.

મોડેલ કેન્ડલ જેનરે વર્ષ 2015માં કાન્સ ફેસ્ટિવલમાં વોક કર્યું હતું, આ સમયે તેને બ્લેક એન્ડ વ્હાઇટ રંગના આઉટફિટમાં નજર આવી હતી.

2019માં પ્રખ્યાત ગાયક અને અભિનેત્રી સેલિના ગોમેજ કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ ઉપર સફેદ રંગના ડ્ડ્રેસની અંદર ડેબ્યુ કરતી જોવા મળી હતી.