ખબર

પીઠ ઉપર ઉગી ગયું શિંગડું, જયારે હકીકત સામે આવી ત્યારે પગ નીચેથી જમીન જ સરકી ગઈ, વાંચો સમગ્ર મામલો

શરીર ઉપર અવનવા રોગો થતા આપણે તો સાંભળ્યા જ હશે, પરંતુ ઘણીવાર શરીરમાં એવા રોગ સામે આવે જેને સાંભળીને જ આપણી આંખો પહોળી થઇ જાય આવો જ એક રોગ કહો કે બીમારી એક વ્યક્તિને સામે આવી એને શરીર ઉપર એક શિંગડું જ ઉગી ગયું, ડોક્ટર પાસે જયારે તેને તપાસ કરાવી ત્યારે ડોકટરે જે કહ્યું તે સાંભળીને તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ.

50 વર્ષના એક વ્યક્તિની પીઠ ઉપર શિંગડું નીકળવાના સમાચાર આજે ફેલાઈ રહ્યા છે, આ કોઈ પરંતુ હકીકત છે. આ વ્યક્તિને 3 વર્ષ પહેલા તેની પીઠ ઉપર એક સામાન્ય પોપડી નજરે આવી હતી, પરંતુ તેને તેના તરફ કોઈ ધ્યાન ના આપ્યું શરીરની કોઈ સામાન્ય બીમારી છે એમ સમજીને નજરઅંદાઝ કરી દીધું. પરંતુ સમય જતા એ જ પોપડી એક “ડ્રેગન હોર્ન”ની જેમ બહાર આવી ગઈ. જેની લંબાઈ 5.5 ઇંચ અને પહોળાઈ 2.3 ઇંચ હતી.

Image Source

આ વ્યક્તિ જયારે પોતાની પીઠ ઉપર થયેલી આ વસ્તુને જોઈને ગભરાઈ ડોક્ટર પાસે પહોંચ્યો ત્યારે ડોકટરે તેની તપાસ કરી અને સામે આવ્યું કે તે વ્યક્તિને કેન્સર છે. અને આ શીંગડા જેવી દેખાતી વસ્તુ એ કેન્સરની જ ગાંઠ છે. જે પ્રોટીન કેરેટિનની બનેલી છે. યુ.કે.ના કેન્સર રિસર્ચ મુજબ આ પ્રકારના ડ્રેગન હોર્ન બનતા પહેલા જ તેનો ઈલાજ શક્ય છે, પરંતુ આ માણસને લાપરવાહી કરી અને તેનો ઈલાજ કરાવ્યો નહોતો. જયારે આ હોર્ન ઉપર ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે સામે આવ્યું કે આ એક પ્રકારનું કેન્સર છે. જેને સ્કેમસ સેલ કાર્સીનોમાં (એસસીસી) નામથી ઓળખવામાં આવે છે.

Image Source

મળતી વિગતો પ્રમાણે આ હોર્નની શરૂઆત એક નાની એવી પોપડીના રૂપમાં જ થતી હોય છે, આ સેલ મોટાભાગે શરીરના એ ભાગ ઉપર થાય છે જે ભાગ સૂર્યના સીધા સંપર્કમાં આવે છે. પરંતુ એ વ્યક્તિના કહ્યા પ્રમાણે તે ક્યારેય સૂર્યના પ્રકાશમાં જતો જ નહોતો, અને તેને જેટલું જ્ઞાન છે તે પ્રમાણે તેના પરિવારમાં પણ કોઈને અત્યાર સુધી સ્કિન કેન્સર હતું જ નહીં.

જો કે  ડોકટરો દ્વારા તેની શીંગડા જેવી ગાંઠને સર્જરી દ્વારા દૂર કરી દીધી છે. ડોકટરોનું પણ કહેવું છે કે આ પ્રકારનું કેન્સર કાન અને ચહેરા ઉપર જ નીકળે છે, પરંતુ આ સ્કિન કેન્સરમાં કયા કારણથી નીકળે છે તે હજુ સુધી પણ સામે આવી શક્યું નથી.