કોઈપણ જાતનો ગુન્હો કર્યા વગર જેલમાં વિતાવ્યા 18 મહિના, મકાન માલકીન અને નોકરાણીએ બળાત્કારના કેસમાં ફસાવ્યો હતો, જાણો સમગ્ર મામલો

બિચારો પુરુષનું કોઈ નથી….સોના જેવા દોઢ દોઢ વર્ષ, વગર વાંક ગુન્હાએ જેલમાં વિતાવ્યા, કોર્ટે એવો ખુલાસો કર્યો કે ચોકી ઉઠશો

આપણા દેશમાં મહિલાઓને લઈને ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જેના કારણે મહિલાઓનું રક્ષણ થઇ શકે અને તેમને ન્યાય પણ મળી શકે. છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સાથે દુષ્કર્મ અને અત્યાચાર થવાની ઘણી બધી ઘટનાઓ પણ સામે આવે છે, પરંતુ ઘણીવાર કેટલીક મહિલાઓ આ કાયદાઓનો દુરુપયોગ કરીને નિર્દોષ પુરુષોને ફસાવતી હોય છે, હાલ આવો જ એક મામલો ચર્ચામાં ચાલી રહ્યો છે, જ્યાં એક મકાન માલકીન અને તેની નોકરાણીએ પોતાના ભાડુઆતને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવ્યો અને ભાડુઆતને દોઢ વર્ષ જેલમાં વિતાવવું પડ્યું, આખરે તેને નિર્દોષ છોડવામાં આવ્યો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ મામલો છે યુપીના મથુરાનો. જ્યાં સ્પેશિયલ જજ પોક્સો નંદન સિંહે પુરાવાના અભાવે યુવતી પર દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસ 16 જુલાઈ અને 19 જુલાઈ, 2017નો છે, જ્યારે FIR 26 જુલાઈ, 2017ના રોજ હતી. આરોપી યુવકના એડવોકેટ બસંત જોશીએ જણાવ્યું કે તેમના અસીલ કાન્હા માખન વાટિકા, કેશવધામ, થાણા વૃંદાવન મથુરાના રહેવાસી નરેશ કુમાર સિસોદિયા મેસર્સ દુર્ગા શક્તિ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતા.

વર્ષ 2017માં તેમની કંપની આર્મી કેન્ટ વિસ્તારમાં કામ કરતી હતી. કામ કરવા માટે તેમની સાથે કેટલાક લોકોનો સ્ટાફ હતો. કર્મચારી અને તેના રહેવા માટે, નરેશે એક મકાનનું માળ ભાડે લીધું અને દર મહિને 16,000 રૂપિયા ભાડું ચુકવતા હતા. એડવોકેટ બસંત જોશીએ જણાવ્યું કે ભાડા પર રૂમ લેતા પહેલા નરેશે 32 હજાર રૂપિયાની સિક્યોરિટી મની પણ જમા કરાવી હતી. જોકે, પાછળથી રૂમનું ભાડું વધુ અને સ્ટાફ ઓછો હોવાને કારણે નરેશે રૂમ ખાલી કરવાનો નિર્ણય લીધો હતો.

આ અંગે તેણે મકાન માલકીનને જાણ કરી હતી. આ બાબતે મકાન માલકીને કાવતરું રચ્યું હતું. વકીલના જણાવ્યા અનુસાર, મકાનમાલિકનના ઘરે કામ કરતી યુવતી દ્વારા મોબાઈલ ચોરવામાં આવ્યો હતો. જેના પર પ્રોજેક્ટ મેનેજરે તેને ઠપકો આપ્યો હતો. મકાનમાલકીને  તેનો ફાયદો ઉઠાવ્યો અને યુવતી સાથે મળીને 26 જુલાઈ 2017ના રોજ બળાત્કારનો કેસ દાખલ કર્યો કે મકાન માલિકે યુવતીને શિકાર બનાવી હતી.

11 સપ્ટેમ્બરે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ પછી મામલો સ્પેશિયલ કોર્ટ, પોક્સો કોર્ટમાં ગયો. એડવોકેટ બસંત જોશીના જણાવ્યા અનુસાર, 29 સપ્ટેમ્બરના રોજ, કોર્ટે આરોપી નરેશ કુમાર સિસોદિયાને પુરાવામાં ગંભીર તકરારને કારણે શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી 11 સાક્ષીઓ કોર્ટમાં અને સાત સાક્ષીઓ બચાવ પક્ષ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા.

Niraj Patel