લોકડાઉનમાં ઘણા મજૂરો પોતાના વતન પાછા ફરી રહયા છે અને પૈસા અને વાહન ન મળવાના કારણે મજૂરો પગપાળા જઈ રહયા છે. ત્યારે એક મજૂર રોહતકથી લખનઉ પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે પગપાળા જઈ રહ્યો હતો ત્યાર તેની સાથે કોઈ ફિલ્મની વાર્તા હોય એવી ઘટના ઘટી.
મુન્ના રોહતકની એક ફેક્ટરીમાં કામ કરતો હતો. પહેલા તો લોકડાઉનમાં એને પોતાની પાસે જે હતું એ બધું જ ખર્ચી નાખ્યું, એ પછી બીજા લોકડાઉનમાં રોઝા શરુ થઇ ગયા, જેને કારણે તેમને રોજ સાંજે એક સમયનું ભોજન મળવા લાગ્યું, પછી રાશન આપી જતા હતા. પણ આવું ક્યાં સુધી ચલાવી લેવું, એવું વિચારીને ત્રણ નાના બાળકો અને બીમાર પત્ની સાથે એક બેગમાં થોડા કપડાં નાખીને સાયકલ લઈને નીકળી પડ્યો.

રસ્તામાં પોલીસના ડંડા પણ પડ્યા અને રસ્તામાં કેળા અને બિસ્કિટ વહેંચતા લોકો પણ મળ્યા. થોડું-થોડું ચાલીને રસ્તામાં વચ્ચે-વચ્ચે આરામ પણ કરતા રહેતા હતા. મથુરા પાસે પત્નીની તબિયત બગાડી તો એવું લાગ્યું કે કોઈ અણબનાવ ન બની જાય. પણ પછી રસ્તામાં મળેલી એક સ્ત્રીએ મદદ કરી અને તેની પત્ની સામાન્ય થઇ. એ પછી આખી રાત એ જ સ્થળે આરામ કર્યો. આગરા લખનઉ એક્સપ્રેસ વે પર તેઓ બધા જ આરામ કરી રહયા હતા. મળ રાત્રિનો સમય હતો. તેમનાથી થોડા જ અંતરે ચાર-પાંચ છોકરાઓ કેટલાક લોકો સાથે મારામારી કરી રહયા હતા. જેમને તેઓ મારી રહયા હતા એ સારા ઘરના લાગતા હતા.
પછી એ લોકો મુન્નાના પરિવાર પાસે આવ્યા અને મુન્નાને ઊંચા અવાજે પૂછ્યું કે કોણ છો અને ક્યાં જઈ રહયા છો. તમારી પાસે શું છે. એટલે મુન્નાને સમજાઈ ગયું કે એ લોકો સામાન લૂંટવા આવ્યા છે. એટલે એને રોતાં-રોતાં બટનવાળો જૂનો મોબાઈલ એમને આપી દીધો અને કહ્યું કે મજૂર માણસ છું, મારી પાસે બસ આટલું જ છે.

મુન્નાને રડતો જોઈને લૂંટવા આવેલા એક યુવકે બધી જ વાત પૂછી અને મુન્નાએ જણાવ્યું કે કેવી રીતે રોહતકથી ચાલીને નીકળો છે અને એને લખનઉની નજીક જવાનું છે. પત્ની બીમાર છે, બધા જ ભૂખ્યા છે. ત્યારે જ બીજા એકે કહ્યું – મજૂરોની વાત સમાચારમાં ખૂબ જ આવી રહી છે. એમાં જ એક વ્યક્તિએ શું ઈશારો કર્યો કે બીજા એક યુવકે મુન્નાના હાથમાં 500-500 ની કેટલીય નોટ મૂકી દીધી. ગણ્યા તો ખબર પડી કે 5 હજાર રૂપિયા હતા.
આ રૂપિયા આપીને તેઓએ કહ્યું કે રસ્તામાં કશુંક ખાઈ-પી લેજો અને હવે પગપાળા ન જશો, કોઈ ટ્રકવાળાને બે-ચાર સો રૂપિયા આપી દેજો. એકે તો મુન્નાની સૌથી નાની દીકરીના માથા પર હાથ પણ ફેરવ્યો હતો. આ પછી એક વાર પણ એને અનુભવ થયો નહીં. આખા રસ્તે એ લોકોની જ વાતો પત્ની સાથે થતી રહી અને એ લોકોના જ ચહેરા તેમની આંખો સામે ફરતા રહ્યા. લખનઉ સુધીના રસ્તે કોઈ પણ ટ્રકવાળાએ એમને બેસવા દીધા નહીં, પરંતુ તે છોકરાઓને લીધે, રસ્તામાં બાળકોને ખવડાવતા-પીવડાવતા લઇ ગયા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.