વાહ ગુજરાતીએ તો કમાલ કરી, માટીમાંથી બનાવી નાખી R.O. સિસ્ટમ, કોલ્ડ્રીંક નાખશો તો પણ થઇ જશે પાણી, જુઓ વીડિયો

ગુજરાત અને ગુજરાતીઓની અંદર કલાનો ભંડાર પડેલો છે, ગુજરાતમાં ઘણા લોકોની અંદર એવી એવી કલા જોવા મળે છે જેને જોઈને આપણે અભિભૂત થઇ જતા હોય છે. ત્યારે આજે ઘણા કલા વિલુપ્ત પણ થવા આવી છે અને ઘણા લોકો પોતાની કલા છોડી અને બીજા કામમાં પણ વળગી ગયા છે.

એવી જ એક કલા છે માટલું બનાવવાની. ઘણા લોકોએ માટલું બનાવતા જોયું હશે, જેમાં કુંભાર પોતાના હાથે ખુબ જ મહેનત કરી અને માટલું બનાવતા હોય છે. કુંભાર ફક્ત માટલું જ નહિ પરંતુ માટીમાંથી અસંખ્ય વસ્તુઓ બનાવે છે અને બજારમાં વેચતા હોય છે. માટીમાંથી બનેલી આ વસ્તુઓને જોઈને આપણે પણ આ કારીગરીના વખાણ કરીએ છીએ.

ત્યારે હાલના સમયમાં પ્રદુષણ ખુબ જ વધી ગયું છે, જેના કારણે લોકો પોતાના ઘરમાં શુદ્ધ પાણી મળી રહે તે માટે થઈને આર.ઓ. સિસ્ટમ પણ વસાવતા હોય છે. આર.ઓ પાછળનું ખર્ચ પણ ઘણો વધારે થતો હોય છે અને તેમાંથી પણ પાણી શુદ્ધ થવાની 100% ગેરેન્ટી તો નથી જ હોતી, વળી બજારના આર.ઓ.માંથી પાણીની બોટલ ભરી અને ફ્રિજમાં મૂકીએ છીએ, એટલે પાછું પાણી શુદ્ધ હોવાનું કહી ના શકાય.

ત્યારે આ સમસ્યાનું સમાધાન પણ કુંભારે શોધી નાખ્યું અને માટીમાંથી જ આર.ઓ. બનાવી દીધું. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર શુદ્ધ માટીથી બનેલું આર.ઓ. જોવા મળી રહ્યું છે, જેમાં તમે કોલ્ડીંક પણ નાખશો તો પણ પાણી થઈને બહાર આવી જશે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માટીનું આર.ઓ. બે ભાગમાં વહેચાયેલું છે. જેમાં માટીમાંથી બનેલા જ બે માટલા જેવા ભાગ છે, પરંતુ આ ગોળ નથી લંબગોળ છે. ઉપરના ભાગમાં તમને બે ફિલ્ટર લાગેલા જોવા મળશે. જેમાં પાણી ભરવાનું હોય છે. નીચેના ભાગમાં એક નળ મુકવામાં આવ્યો છે.

ઉપરવાળા ભાગમાંથી પાણી ફિલ્ટર થઈને નીચેના ભાગમાં આવે છે અને નળ દ્વારા આ શુદ્ધ પાણીને બહાર કાઢી શકાય છે. માટીના આ આર.ઓ.ની ખાસ વાત એ છે કે આ પાણીને આર.ઓ.માંથી બહાર કાઢીને ફ્રિજમાં મુકવાની પણ જરૂર નથી પડતી, કારણ કે આ આર.ઓ માટીથી બનેલું હોવાના કારણે કુદરતી ઠંડક આપે છે.

વીડિયોમાં જણાવ્યા અનુસાર માટીનું આ આર.ઓ. ગાંધીનગરમાં પેથાપુર-મહુડી રોડ ઉપર આવેલા ચામુંડા માટલા ભંડારની અંદર મળી રહ્યું છે. આ આર.ઓ.ની કિંમત પણ ખુબ જ સસ્તી છે. આ આર.ઓ. માત્ર 600થી 700 રૂપિયામાં મળી રહ્યું છે.. આ ઉપરાંત વીડિયોની અંદર એ પણ જોઈ શકાય છે કે અહીંયા માટીથી બનેલી ઘણી બધી વસ્તુઓ પણ હાજર છે.

Niraj Patel