ખબર

કેડબરીએ હટાવી લીધા ડેરી મિલ્કના રેપર પરથી બધા જ શબ્દો, લોકોને કરી રહ્યા છે આવું કામ કરવા માટે પ્રેરિત

જો તમે કશે પણ ડેરી મિલ્ક જુઓ જેના રેપર પર કોઈ પણ શબ્દ ન હોય તો એવું ન સમજતા કે આ પેકેજીંગમાં ભૂલ થઇ ગઈ છે. કેડબરી કંપની, વૃદ્ધોમાં એકલતા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે ડેરી મિલ્કના રેપર પરથી બધા જ શબ્દો હટાવી રહી છે. જેથી આ ચોકલેટના રેપર પર ક્લાસિક પર્પલ કલરનું અને માત્ર એક આખો અને અડધો ગ્લાસનો લોગો જ રહેવા દેશે.

Image Source

આની પાછળનો હેતુ એ છે કે જ્યારે તમે આ ચોકલેટ ખરીદો છો ત્યારે તમે તેમને એકલતાથી પીડાઈ રહેલા 225,000 વૃદ્ધોની મદદ માટે ડોનેટ કરી રહયા છો. આ લિમિટેડ એડિશન ચોકલેટમાંથી જેટલી પણ ચોકલેટ વેચાશે તેના 30 ટકા Age UK નામની ચેરિટી સંસ્થાને જશે. વાત એમ છે કે યુકેમાં લગભગ 14 લાખ લોકો એકલતાથી પીડાઈ રહયા છે અને એમાં પણ 225,000 વૃદ્ધો એવા છે કે જેઓ કોઈની પણ સાથે વાત કર્યા વિના એક આખું અઠવાડિયું પસાર કરવા માટે મજબૂર છે.

આ અભિયાન લોકોને તેમના સમાજના વૃદ્ધો સુધી પહોંચીને તેમની સાથે વાત કરીને તેમની એકલતા દૂર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. Mondelez નું કહેવું છે કે અમે કેડબરી ડેરી મિલ્ક દ્વારા વર્ડ્સ ડોનેટ કરી રહયા છીએ અને આખા દેશના લોકોને તેમના નાના નાના પ્રયાસો દ્વારા વૃધ્ધોના જીવનમાં બદલાવ લાવવા માટે પ્રેરિત કરીએ છીએ.

Age UK ચેરિટી સંસ્થાના ડિરેક્ટરનું કહેવું છે કે એકલતા એ ખૂબ જ મોટી સમસ્યા છે. કારણ કે ઘણા વૃદ્ધને લાગે છે કે રિટાયરમેન્ટ, સ્વાસ્થ્ય ખરાબ થયા બાદ તેઓ બીજા લોકોની સાથે તેઓની ઈચ્છા હોય એના કરતા ઘણો ઓછો સમય વિતાવતા હોય છે. એકલતા તમારા સ્વાસ્થ્યને, તમારી સુખાકારીને ખરાબ રીતે અસર કરે છે અને અને જે રીતે તમે પોતાની જાતને જુઓ છો – એ તમને એવું ફીલ કરાવી શકે છે કે તમે ભુલાઈ ગયા છો.

Image Source

કેડબરી સાથે મળીને તેઓએ આ અભિયાન શરુ કર્યું છે કે જેથી તેઓ લોકોમાં વધુ જાગૃતિ લાવી શકે અને તેમને પોતાનાથી થાય એટલી વૃદ્ધોની એકલતા દૂર કરવા માટે પ્રોત્સાહિત કરી શકે.

Age UK ચેરિટી સંસ્થાએ આ વિશે ટ્વીટર પર ટ્વીટ કરીને જાણકારી આપી હતી, ત્યારે લોકોએ તેમના આ પગલાના ખૂબ જ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ચોકલેટ ખાવું એક સારું બહાનું મળી ગયું. તો કેટલાક લોકોએ એમ પણ લખ્યું હતું કે ભલે પેટ બહાર આવી જાય પણ આવા સારા કાર્ય માટેના આ જગૃતિના પ્રયાસને અમે બિરદાવીએ છીએ અને અમે હાલ જ જઈને આ ચોકલેટ ખરીદીશું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks