જ્યોતિષ શાસ્ત્ર

આ 8 ધંધાના સુત્રો યાદ રાખો, તમારા ધંધામાં ક્યારેય મંદી નહિ આવે- આજે જ જાણો

આજના સમયમાં કોઈ પણ ધંધાને સફળ બનાવવો ઘણો મુશ્કેલ છે. ધંધાને સફળ બનાવવા માટે ધંધાર્થીઓ ઘણી મહેનત કરતા હોય છે. પરંતુ સફળતા નથી મળતી. ધંધાને સફળ બનાવવા માટે આચાર્યા ચાણક્યએ સૂત્ર બતાવ્યા હતા. ચાણક્ય દ્વારા બનાવવામાં આવેલી નીતિઓ આજે પણ બહુ જ ઉપયોગી છે. તમે પણ તમારા ધંધાને સફળ બનાવવા માટે ચાણક્યની નીતિને અનુસરીને તમે તમારા ધંધાને નવી ઊંચાઈ પર લઇ જઈ શકો છો.

આવો જાણીએ ધંધામાં સફળ થવાના સૂત્રો.

Image Source

સકારાત્મક વિચાર 

ચાણક્યએ નીતિમાં જણાવ્યું હતું કે, કોઈ પણ ધંધા માટે સકારાત્મક વિચાર મહત્વપૂર્ણ છે. કોઈ પણ ધંધાનો નિર્ણય લેતા પહેલા તમારી વિચાર શક્તિને સ્થિર અને સકારાત્મક રાખવું જોઈએ. નકારાત્મક વિચાર સાથે માણસ ક્યારે પણ સફળ નથી થતો.

Image Source

બહાના ના શોધો 

તમારી અસફળતા પર દુઃખી થવું અથવા બહાના બનાવવા આજકાલના સમયમાં સહાનુભૂતિ ઉઠાવવા અને ખુદની પોઝિશનને સાચવવા માટે મદદરૂપ છે. ચાણક્યએ આ નીતિને અસફળતાની સૌથી મોટી નીતિના કારણો પૈકી એક છે. ચાણક્ય નીતિ મુજબ કોઈ પણ ભૂલને માનીને ભુલાવી દેવી જ સાચી રણનીતિ છે.

કોઈ પણ સાથે સારો વ્યવહાર રાખો 

ચાણક્યનું કહેવું છે કે, ધંધો કરતી વખતે તમારી વાણી પર નિયંત્રણ રાખો. ચાણક્ય નીતિ અનુસાર, ગુસ્સાથી અને ખરાબ રીતે બોલવું એ એક ધંધાનું નિષ્ફ્ળતાનું કારણ છે. જો તમારી બોલચાલ સારી હશે તો બીજી વાર ગ્રાહક તમારી દુકાને આવશે.

Image Source

જોખમ લેવાથી ના ડરો 

ચાણક્ય નીતિ અનુસાર, કોઈ પણ ધંધામાં જોખમ લેવું એક મહત્વપૂર્ણ પગલું છે. જો તમે જોખલ લેવાથી ડરશો તો તમે ક્યારે પણ ધંધામાં સફળ નથી થઇ શકો. ચાણક્ય નીતિ અનુસાર, કોઈ અનિશ્ચિત્ત અને અઘરા ફેંસલા લેવા પડે છે, જો તમે આ ફેંસલા લેવા માટે ડરો છો તો તમારી સફળતા તમારાથી દૂર જતી રહેશે.


ધંધાના લાભ અને નુકસાનનો હિસાબ-કિતાબ 

જે કોઈ સમજદાર ધંધાર્થીઓ લાભ અને નુકસાનનો હિસાબ કિતાબ રાખે છે. વેપારીએ તેની આવકને લઈને જ ખર્ચા કરવો જોઈએ. જે વેપારી તેની આવકથી વધારે ખર્ચો કરે છે તે પરેશાનીમાં ફસાઈ જાય છે. આવકથી વધારે ખર્ચો કયારે પણ ના કરવો જોઈએ.

Image Source

ધંધા વિષે માહિતગાર થવાનું 

કકલો ઓન ધંધાનો પ્રારંભ કરતા પહેલા એ વાતની પુષ્ટિ અવશ્ય કરી લેવી જોઈએ કે, ક્યાં સમય અને કંઈ જગ્યા પર ધંધો કરવાથી લાભ થાય છે. કોઈ પણ સાથે ભાગીદારીમાં ધંધો કરતી વખતે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે, તે ભાગીદાર તમને કંઈ રીતે મદદરૂપ થઇ શકે છે.

શારીરિક અને માનસિક રીતે સક્ષમ રહો

નવો ધંધોનો આરંભ તો ઘણી વાર આપણે જોશમાંને જોશમાં કરી લેતા હોય છે. નવો ધંધો શરૂ કરવામાં મહેનત પણ ઘણી કરવી પડતી હોય છે. ઘણી વાર નવા ધંધાને કારણે તબિયત ખરાબ થવાની શક્યતા પણ રહે છે. ચાણક્ય નીતિ અનુસાર, કામ કરતી વખતે સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીવાથી હંમેશા નુકસાનથી બચો.

Image Source

જ્યોતિષ શાસ્ત્રને અનુસરો

ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ કરતા હોય તો કોઈ પણ ધંધો શરૂ કરતા પહેલા જ્યોતિષીની સલાહ લેવી જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્ર વ્યક્તિની કુંડળી અનુસાર જણાવે છે કે, તે તેના નવા કાર્યમાં સફળ થશે કે નહીં.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.