ખબર

LIVE BREAKING: તાલિબાન એરપોર્ટ ઉપર બુરખો ના પહેરી મહિલાઓ ઉપર કરવામાં આવ્યું ફાયરિંગ? 5 લોકોના મોતની આશંકા

અફઘાનિસ્તાન ઉપર તાલિબાન દ્વારા કબ્જો મેળવી લીધા બાદ એક પછી ખુબ જ ભયાનક દૃશ્યો સામે આવી રહ્યા છે. અફઘાનિસ્તાનના લોકો પોતાનો જીવ બચાવીને કાબુલ એરપોર્ટ ઉપર ભાગી રહ્યા છે, ત્યારે એરપોર્ટ ઉપર પણ તાલિબાનીઓ દ્વારા ગોળીબારનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.

ત્યારે હાલ એક હેરાન કરી દેનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તાલિબાનીઓ દ્વારા કાબુલ એરપોર્ટ ઉપર જે મહિલાઓ બુરખો પહેરીને નથી આવી તેમના ઉપર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જેના વળતા જવાબમાં અમેરિકા દ્વારા પણ ફાયરિગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ દ્વારા આ ગોળીબારમાં 5 લોકોના મોત થયા હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પણ તાલિબાનના રિપોર્ટ પ્રમાણે આ સમાચાર ખોટા છે. તેમને જણાવ્યું કે તાલિબાનને બદનામ કરવા માટે આ સમાચાર વાયરલ કરવામાં આવ્યા છે. ફાયરિંગ પછી એરપોર્ટ પર ભાગદોડ મચી ગઈ હતી. તાલિબાનોની ફાયરિંગ પછી અમેરિકાના સૈનિકોએ જવાબમાં ફાયરિંગ કર્યું હતું.

હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સૈનિકોના હાથમાં છે. અફઘાનિસ્તાન છોડી બીજા દેશમાં જવા માટે લોકો હાલમાં કાબુલ એરપોર્ટ ઉપર જમા થઇ રહ્યા છે, તો જિનીજી તરફ તાલિબાનીઓ શહેરમાં બંદૂક લઈને ફરી રહ્યા છે તેમજ ઠેર ઠેર લૂંટ પણ કરી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. એરપોર્ટ ઉપર ભીડના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જે હેરાન કરી દેનારા છે.

આ દરિયાન અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ ઉપરથી ખુબ જ ભયાનક દૃશ્યો પણ સામે આવી રહ્યા છે. પત્રકારો દ્વારા વીડિયોમાં પણ પોસ્ટ કરવામાં આવે છે જેમાં જોઈ શકાય છે કે રનવેને ખાલી કરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. રનવે ખાલી કરાવવા માટે જમીનથી અડીને હેલિકોપ્ટર ઉડાડવામાં આવી રહ્યાં છે. જેથી લોકો અહીંથી દૂર ચાલ્યા જાય.

અફઘાનિસ્તાનથી ઉડેલા પ્લેનમાંથી લોકો નીચે પટકાયા હોવાનો સ્થાનિકોનો દાવો: અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટનો નજારો…ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવું ક્યારેય કોઈ દેશ સાથે ના બને !! એરપોર્ટ ઉપર ફાયરિંગ ચાલતું પણ જોવા મળી રહ્યું છે, તો બીજું એક ભયાનક દૃશ્ય પણ વીડિયોની અંદર સામે આવ્યું છે જેમાં જોઈ શકાય છે લોકોએ પોતાની જાતને બચાવવા એક વિમાનની નીચેના ભાગ (પૈડાં પાસેનો ભાગ) એ બાંધી દીધાં હતાં. એ આશાએ કે તેઓ કાબુલથી બહાર ચાલ્યા જશે પરંતુ જ્યારે વિમાનએ ઉડાણ ભરી ત્યારે તેઓ આકાશમાંથી ધડામ કરતા નીચે પડે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

અફઘાનિસ્તાનમાં ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે દેશ છોડીને જવા માંગે છે અને તેના કારણે  જ કાબુલ એરપોર્ટ ઉપર કોઈ બસસ્ટેન્ડ કે કોઈ રેલવે સ્ટેશન ઉપર ભીડ જામે તેવા દૃશ્યો સર્જાયા હતા. લોકોને જ્યાં અને જેવી રીતે જગ્યા મળે તે રીતે પ્લેનમાં જવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા.હે ઈશ્વર હવે જલ્દી જ આનો અંત લાવી દે, ક્યાં સુધી ભોળા લોકો પોતાની જીવ ગુમાવશે !!

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રડવું આવે તેવી સ્થિતિ: તાલિબાને ભરોસો અપાવ્યો કે કાબુલમાં રહેલા રાજનયિકોએ ડરવાની કોઈ જરૂર નથી પરંતુ તેમ છતાં તાલિબાનનો ડર એ હદે લોકો પર છે કે તેની અસર કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ જોવા મળી. કાબુલ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ છે. લોકો અફઘાનિસ્તાન છોડવા માટે કોઈ પણ હાલમાં ફ્લાઈટમાં ચઢવા બેચેન જોવા મળ્યા આ બાજુ નાટો દેશોએ નિર્ણય લીધો છે કે કાબુલ પર તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સની ઉડાણો સસ્પેન્ડ રહેશે અને કાબુલ એરપોર્ટનો ઉપયોગ હવે ફક્ત મિલેટ્રી માટે થશે.

આ બધા વચ્ચે ત્યાં રહેતા ભારતીય નાગરિકોની મુશ્કેલીઓ વધી છે. આ લોકો દેશ પરત ફરવા માગે છે પરંતુ આવી ભયંકર વ્યવસ્થાને કારણે રોષે ભરાયા છે. આ લોકોનો એક વીડિયો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે,‘અહીં કોઈ સાંભળનાર નથી.

અમારો ફોન નથી ઉઠાવતા અને ફ્લાઈટ્સ અંગે પણ કંઈ જ ખબર નથી. બહાર બધે ગોળીબાર થઈ રહ્યો છે.’ આ તમામ લોકો એરપોર્ટ પર ફ્લાઈટ્સની રાહ જોઈ રહ્યાં છે. આપણા દેશના લોકોએ કેમેરા સમક્ષ પોતાના પાસપોર્ટ અને વીઝા કેમેરા સમક્ષ દેખાડ્યા હતા. જેમાં ઘણી સ્ત્રીઓ પણ સામેલ છે. આ ઉપરાંત ત્યાંના લોકોને ચોરી અને લૂંટફાંટનો ડર છે. એરપોર્ટ બહાર આશરે 4 લાખ લોકો ઉભા છે. સરકાર અમારી મદદ કરે.’

એક એહવાલ અનુસાર, ભારતીય નાગરિકોને નીકાળવા સી-17 ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ કાબુલ મોકલવામા આવ્યું છે. આ પહેલા રવિવારે 129 ભારતીયોને દિલ્હી પરત લવાયા હતા. આ સાથે અમુક અફઘાન સાંસદ અને અધિકારીઓ પણ હતા.