ખબર

આ કંપનીનું સીમકાર્ડ વાપરો, સામેથી તમને પૈસા આપશે- થઇ જશો માલામાલ જાણો વિગત

રિલાયન્સ જીઓએ હાલમાં જ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જની ઘોષણા કરી હતી. ત્યારબાદ એરટેલ અને વોડાફોને આ મોકાનો ફાયદો લઈને ગ્રાહકો પાસેથી આઈયુસી ચાર્જના લેવાનું એલાન કર્યું હતું. ત્યારે સરકારી કંપની BSNLએ આનાથી પણ અલગ ઘોષણા કરી છે.

Image Source

BSNLએ જણાવ્યું છે કે, તે ગ્રાહકોને 5 મિનિટના વોઇસકોલ પર 6 પૈસા ક્રેડિટ કરશે. કંપનીની આ કેશબેક દેશના બધા BSNL વાયરલાઈન, બ્રોડબેન્ડ આને એફટીટીએચ ગ્રાહકોને મળશે. BSNLએ ફાયદાની જાહેરાત ત્યારે કરી છે જયારે અન્ય કંપનીમાં આઇયૂસીનો મામલો ચાલી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ પ્લાનથી કંપનીના નવા ગ્રાહકોને ફાયદો થશે.

Image Source

BSNLની આ ઘોષણા કર્યા બાદ જીઓને ફરી એક વાર ઝટકો લાગ્યો છે. સારી ઓફરના કારણે છેલ્લા 2 વર્ષથી દેશની ટેલિકોમ કંપનીમાં જીઓનો દબદબો રહ્યો છે. હાલમાં જ જિયોથી અન્ય નેટવર્ક પર કોલ કરવા પર 6 પૈસા આઈયુસીની જાહેરાત કર્યા બાદ ગ્રાહકોમાં નારાજગી જોવા મળી છે. એક મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, આઈયુસીના કારણે જીઓના ગ્રાહકો અન્ય નેટવર્કમાં ચાલ્યા ગયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.