ખબર

10 મહિનાથી સેલેરીના મળતા BSNLના કર્મચારીએ આણ્યો જીવનનો અંત

કેરળમાં ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના એક કોન્ટ્રાકટ કર્મચારીએ ગુરુવારે ઓફિસમાં જિંદગીનો અંત લાવી દીધો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, છેલ્લા 10 મહિનાથી સેલેરી ના મળવાને કારણે તેને આ પગલું ભર્યું હતું. બીએસએનએલ ઓફિસમાં છેલ્લા 30 વર્ષથી કામ કરતો હતો.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, આપઘાત કરનાર રામકૃષ્ણની ઉંમર 52 વર્ષ હતી. રામકૃષ્ણ આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા. તેને છેલ્લા 10 મહિનાથી સેલેરી મળી ના હતી. તેને 30 વર્ષ પહેલા BSNLમાં કોન્ટ્રાકટ કર્મચારી તરીકે નોકરીમાં જોડાયો હતો.

Image Source

યુનિયન નેતાઓનું કહેવું છે કે, છેલ્લા 10 મહિનાથી સેલેરી મળી ના હતી. છેલ્લા 130 દિવસથી વેતનને આંદોલન પર હતા. માલાપ્પુર જિલ્લામાં BSNLના કોન્ટ્રાકટ કર્મચારીને જાન્યુઆરી 2019થી સેલેરી મળી ના હતી. આ સિવાય પહેલા કર્મચારીઓ અઠવાડિયામાં 6 દિવસ કામ કરતા હતા, હવે કામ કરવાના દિવસોની સંખ્યા 3 થઇ ગઈ હતી. પહેલા 6 કલાક કામ કરતા હતા, હવે 3 કલાક કામ કરતા હતા. આ બદલાવને કારણે કર્મચારીઓ પરેશાન હતા. રામકૃષ્ણ પણ આ કારણે બહુજ દુઃખી હતો. આર્થિક તંગી પણ ચાલી રહી હતી. રામકૃષ્ણના પરિવારમાં તેની પત્ની અને 2 બાળકો પણ છે.

સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયનના જનરલ સેક્રેટરી ઈલામરમ કરીમનું કહેવું છે કે, રામકૃષ્ણના મોત માટે કેન્દ્ર સરકાર જ જવાબદાર છે. કારણકે સરકાર જીઓની મદદ કરીને બીએસએનએલને તબાહ કરી છે.

Author: GujjuRocks Team
 તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.