ખબર

હવે ફોન કરવા ઉપર પણ મળશે કેશબેક, BSNL લઈને આવ્યું એક આકર્ષક પ્લાન, વાંચો શું છે વિગત

દેશભરમાં IUCનો મામલો અત્યારે ચર્ચામા ચાલી રહ્યો છે. જિઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાતના પગલે જિઓ પોતાના નેટવર્ક સિવાય અન્ય નેટવર્ક ઉપર કોલ કરવા માટે 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ લેવાનું નક્કી કર્યું જેના કારણે ગ્રાહકોમાં ઘણી જ મોટી નારાજગી પણ જોવા મળી.

Image Source

વોડાફોન અને આઈડિયા દ્વારા પણ પોતાના પ્લાનમાં ઘણા બધા ફેર બદલ કરવામાં આવ્યા જેના કારણે જિઓથી નારાજ થયેલા ગ્રાહકોને પોતાની તરફ આકર્ષી શકાય.

Image Source

ત્યારે દેશની સૌથી જૂની અને સરકારી ટેલિકોમ કંપની BSNL દ્વારા એક એવો પ્લાન જાહેર કરવામાં આવ્યો છે જેના દ્વારા ગ્રાહકોને ફોન ઉપર વાત કરવા માટે પણ કેશબેક સ્વરૂપે પૈસા મળશે.

Image Source

BSNL ટેલિકોમ કંપની હાલ ખોટમાં ચાલી રહી છે ત્યારે તે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે આ નવા પ્લાનની જાહેરાત કરી હતી. જેમાં BSNL ગ્રાહકો 5 મિનિટ કે તેથી વધુ સમય કોલ ઉપર વાત કરશે તો તેને પ્રતિ મિનિટ 6 પૈસા કેશબેક આપવામાં આવશે. BSNL પોતાની આ સ્કીમ વાયરલાઇન, બ્રોડબેન્ડ અને એફટીટીએચ ગ્રાહકો માટે લઈને આવ્યું છે.

Image Source

BSNLના ડાયરેક્ટર CFA વિવેક બંઝલે એક સ્ટેટમેન્ટ આપી જણાવ્યું હતું કે” આજના ડીઝીટલ અનુભવી જમાનામાં જ્યાં ગ્રાહક પોતાના વોઇસ અને ડેટા માટે ક્વોલિટી સર્વિસ ઇચ્છતા હોય છે, ત્યારે અમે અમારા ગ્રાહકોને અપડેટેડ નવી જનરેશનના નેટવર્ક સાથે જોડવા ઇચ્છીએ છીએ. જેના કારણે તેમને એક વધુ સારો અનુભવ મળી શકે.”

Image Source

BSNLના આ પ્લાન તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્લાન છે આ સિવાય પણ તેના અનલિમિટેડ કોલિંગ અને ડેટા પ્લાન તો શરૂ જ છે. BSNL સાથે જોડાયેલા ગ્રાહકોને તો આ લાભ મળશે જ આ સિવાય નવા જોડાયેલા ગ્રાહકો પણ આ સ્કીમનો લાભ લઇ શકશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.