ખબર

પાંજરાપોળ પાસે BRTS બસે બાઈક પર જઈ રહેલા બે ભાઈઓને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ

અમદાવાદમાં પાંજરાપોળ પાસે ગુરુવારે સવારે એક ગોઝારો અકસ્માત થયો હતો, જેમાં BRTS બસે બાઈક પર જઈ રહેલા બે ભાઈઓને અડફેટે લેતા બન્ને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માત બાદ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઇ ગયો થયો. અકસ્માતના કારણે રોષે ભરાયેલા લોકોએ BRTS બસ અને પોલીસ પર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને બસમાં તોડફોડ કરી હતી. અકસ્માત સર્જાયા બાદ બસને સળગાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

Image Source

પાંજરાપોળ પાસેથી બે ભાઈઓ 28 વર્ષીય નયનરામ અને તેમનો 25 વર્ષીય ભાઈ જયેશરામ બાઈક પર ગુજરાત યુનિવર્સિટી તરફથી આવી રહ્યા હતા, ત્યારે પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસે તેમને એડફેટે લીધા હતા. આ બંને મૃતકો ICICI બેકના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.

જયારે તેઓ નોકરી પર જઈ રહયા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં મૃત્યુ થતા આ અકસ્માતની ચર્ચા આખા શહેરમાં થઇ રહી છે. જેમાં મૃતક જયેશના પત્ની PSI છે.

Image Source

માહિતી અનુસાર, તેઓ ગિરસોમનાથના રહેવાસી છે. મૃતકોના પરિવારજનોએ ઘટનાસ્થળે પહોંચ્યા પછી તેમના રુદનથી આખું વાતાવરણ શોકમય બન્યું હતું. રોષે ભરાયેલા લોકોએ BRTS બંધ કરવાની માગ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બસના આગળના વ્હીલમાં આવી જવાથી બન્ને યુવકોનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. બીઆરટીએસ બસે બંને ભાઈઓને અડફેટે લીધા બાદ તેઓ નીચે પટકાતા તેમની પર બસ ફરી વળી હતી. નજરે જોનારા લોકોનું કહેવું છે કે સિગ્નલ બંધ હોવા છતાં પણ બસ ત્યાંથી નીકળી હતી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો.

Image Source

બે દિવસમાં જ બીઆરટીએસ બસે કુલ પાંચ લોકોની જીવ લીધો છે, જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાસ્થળે એક કલાકથી વધુ સમય સુધી મૃતકોના દેહ પડી રહયા હોવાના કારણે લોકો પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહયા છે. અકસ્માત સર્જાયા બાદ ડોકટરો જયારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે એક ભાઈનો જીવ નીકળી ગયો હતો પણ બીજા ભાઈનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ સીપીઆર આપીને બચાવવાની કોશિશ પણ કરી હતી. પરંતુ ડોકટરો ઘાયલનો જીવ બચાવી શક્યા ન હતા અને તેમનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના., ૐ શાંતિ..શાંતિ..શાંતિ..🙏

Author: GujjuRocks Team