જમ્મુ કાશ્મીરથી ધારા 370 હટ્યા બાદ થોડા જ દિવસમાં બિહારના બે ભાઈઓએ બે કાશ્મીરી બહેનો સાથે લગ્ન કર્યા અને તેમને લઈને સુપૌલમાં રહેવા લાગ્યા. જેથી કાશ્મીરની પોલીસ બિહાર આવીને આ ચારે લોકોની ધરપક્ષ કરીને કાશ્મીર લઇ ગઈ છે.
વાત એમ છે કે છેલ્લા ૩ વર્ષથી કાશ્મીરની રહેવાસી બે બહેનોને બિહારના બે યુવકો પરવેઝ અને તબરેઝ ધારા 370 હટયા બાદ તેમની સાથે લગ્ન કર્યા અને તેમને લઈને સુપૌલ આવી ગયા. આ બંને યુવકો કાશ્મીરના રામબન જિલ્લામાં મિસ્ત્રીનું કામ કરતા હતા જ્યા તેમની મુલાકાત આ બંને બહેનો સાથે થઇ અને પ્રેમમાં પડયા. આ પછી ધારા 370 હટતા જ આ લોકોએ લગ્ન કરી લીધા.

આ બંને યુવતીઓના પિતાને તેમની દીકરીઓના લગ્ન બિહારના યુવક સાથે મંજૂર ન હતા, જેથી તેમને કાશ્મીર પોલીસને ફરિયાદ કરી કે તેમની દીકરીઓનું અપહરણ કરવામાં આવ્યું છે. જેથી પોલીસ બંને બહેનો નાદિયા અને સાયનાની શોધ કરતા સુપૌલ પહોંચી અને સ્થાનીય પોલીસની મદદથી બંને છોકરીઓને શોધી કાઢી. જયારે પોલીસે આ કેસની વધુ તપાસ કરી તો આ કેસ પ્રેમલગ્નનો નીકળ્યો.
આ બંને બહેનો પોતાની જાતને પરિણીત જણાવી રહી છે અને પોતાના પતિઓને નિર્દોષ ગણાવી રહી છે. આ યુવતીઓએ જણાવ્યું હતું કે તેઓ પોતાની મરજીથી કાશ્મીર છોડીને પોતાના પતિ સાથે સુપૌલ આવી છે. તેઓ હવે કાશ્મીર પરત જવા નથી માંગતા. પણ કાશ્મીર પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે ને તેમને વધુ તપાસ માટે જમ્મુ-કાશ્મીર લઇ જવામાં આવ્યા છે. આ પહેલા કોર્ટમાં સેક્શન ૧૬૪ અંતર્ગત બંને યુવતીઓએ પોતાનું નિવેદન પણ નોંધાવ્યું છે.

આ મામલે બંને ભાઈઓનું કહેવું છે કે તેમને કોઈ જ અપરાધ નથી કર્યો. પુખ્ત વયના હોવાને કારણ તેમને લગ્ન કરવાનો અધિકાર છે. પરવેઝ કહ્યું કે ‘હું અને મારી પત્ની પુખ્ત છીએ અને અમે એકબીજાની સહમતી સાથે લગ્ન કર્યા છે.’
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks