2019ને હવે ગણતરીના દીવસો બાકી છે. ત્યારે ઘણા લોકોને તેના નસીબ સાથ નથી આપતું. જો તમે તમારા ઘરમાં સારું કરવા માંગતા હોય તો થોડી વસ્તુ લઈને કરી શકો છો. જે તમારા ભાગ્યને સૌભાગ્ય બનાવે છે.
આજે અમે તમને જણાવીશું એ વસ્તુઓ વિશે જે ઘરમાં રાખવાથી તમારું નસીબ ઉઘડી જશે.
કાચબો

ધાતુના કાચબાને ઘરમાં લઇ આવવાથી ફાયદો થાય છે. આ સાથે જ માટી અને લાકડાનો કાચબો પણ લઇ આવો. તમે ચાંદી, પિત્તળ અને કાંસા ની કાચબો પણ બનાવી શકો છો. આ કાચબાને ઉત્તર દિશામાં રાખવાથી બધી જ તકલીફો દૂર થાય છે.
ગોમતી ચક્ર

આ એક ચમત્કારી પથ્થર છે. આ પથ્થર ગોમતી નદીમાંથી મળે છે. જે વ્યક્તિના ઘરમાં ગોમતીચક્ર હોય છે તેના ઘરમાં ક્યારે પણ દુસમન નથી આવતા. સિંદુરના ડબીમાં ગોમતી ચક્ર રાખવા જોઈએ. ઘરમાં 11 ગોમતીચક્ર પીળા કાપડમાં રાખવાથી આર્થિક રીતે ક્યારે પણ તકલીફ નથી પડતી.
પિરામિડ

ઘણા લોકો પિરામિડ રાખતા હોય છે. ઘણા પ્રકારના પિરામિડ રાખવામાં આવે છે. ઉત્તર-દક્ષિણ દિશામાં પિરામિડ રાખવાથી અજ્ઞાત શક્તિઓ બ્રહ્માંડની અંદર સમાઈ જાય છે. ફ્રાન્સના વૈજ્ઞાનિક મોસિયર બોકસીને પ્રયોગ સાથે ઘરેલુ પીરામીડનો શુભારંભ કર્યો હતો.
માનવામાં આવે છે કે, જે વસ્તુઓ પિરામિડના આકારમાં રાખવામાં આવે છે તેના ગુણધર્મમાં બદલાવ આવી જાય છે. ઉદાહરણ તરીકે કોઈ પણ વસ્તુને નાના, મોટી લાકડા અથવાને કાગળને પિરામિડ રાખવામાં આવે છે તેના ગુણમાં બદલાવ આવે છે. આ સાથે જ ચીજ બગડવાથી પણ બચી જાય છે.પ્રાચીન સમયમાં આ કારણે જ પીરામીડમાં લોકો તેના પરિવારના લોકો શબ રાખતા હોય છે.
મોરપંખ

મોરના પીંછા ચમત્કારી માનવામાં આવે છે. મોરના પીંછાને ભાગ્યવર્ધક માનવામાં આવે છે.મોરના પિંછાથી બધી તકલીફ દુર થઈ જાય છે. મોરના 1થી 3 પીંછા જ ઘરમાં રાખવા જોઈએ.
પોપટ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બાળકોના ભણતરની દિશા ઉત્તર દિશામાં પોપટની તસ્વીર લગાવવામાં આવે છે. આ સિવાય પોપટને પ્રેમ,વફાદારી અને લાંબા આયુષ્ય તથા સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં બીમારી, નિરાશા, ગરીબાઈ અથવા સુખની ઉણપ હોય તો પોપટની તસ્વીર અથવા મૂર્તિને ઘરે લઈ આવો.
ફેંગશુઈમાં કહેવામાં આવે છે કે, પોપટની જોડીને રાખવાથી પતિ-પત્નીના પ્રેમ સંબંધ સારો થાય છે. ફેંગશુઈ અનુસાર,5 તત્વોને સંતુલિત કરવામાં મદદ કરે છે. પૃથ્વી, અગ્નિ, જળ,લાકડા અને ધાતુના પ્રતીક પોપટને રંગબેરંગ પાંખ છે. જો આ એક પણ તત્વ તમારા ઘરમાં ના હોય તો તમે પોપટને લઈ આવી શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.