ખબર

જૂનાગઢઃ મેંદરડા નજીક પુલના થયા 3 ટૂકડા, ગાડીઓ ફસાઈ અને પછી જે થયું એ…

જૂનાગઢના મેંદરડાથી સાસણ જતાં રસ્તા પર માલણકા નજીક આજે પુલ ધરાશાયી થયો હતો. આ ઘટના સમયે તેના પરથી પસાર થતી ત્રણથી ૪ કાર પણ નીચે ખાબકી હતી અને ખરાબ રીતે ફસાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

સૂત્રોની વિગતો અનુસાર જૂનાગઢથી મેંદરડા થઇને સાસણ તરફ જતા માલણકા પાસે આવેલો પુલ 7 વાગ્યે આસપાસ અચાનક ધરાશાયી થયો હતો જેમાં ૪ ગાડીઓ ફાસાઇ હતી ત્યારે આચાનક પૂલ ધરાશાયી થતા ૩ કારમાં સવાર મુસાફરો ફસાયા હતાં જ્યારે અમુક મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ અને મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને પુલમાં ફસાયેલી ગાડીના લોકોને બહાર કાઢવાની કામગીરી હથ ધરી હતી. સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાનિ પહોંચી નથી.લોકાના ઈપીનીયન અનુસાર ઉપરવાસ ગીર વિસ્તારમાં વધુ વરસાદથી પાણીની આવકને કારણે કોઝવે તૂટ્યો હતો.